હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લાના માલીડા ગામેં જંગલના રાજા દ્વારા ચાર જેટલા પશુનું મારણ કરી મિજબાની માણી જ્યારે ત્રણ પશુને કર્યા ઘાયલ ગામ લોકોમા ભયનો માહોલ

Posted 2 years ago with 35 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: વન વિભાગને જાણ કરતા તેમના કર્મચારી સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મળી પંચરોજ કર્યું હતું તેમજ મરેલા પશુનો વનવિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો

જૂનાગઢ જિલ્લાના માલીડા ગામેં જંગલના રાજા દ્વારા ચાર જેટલા પશુનું મારણ કરી મિજબાની માણી જ્યારે ત્રણ પશુને કર્યા ઘાયલ ગામ લોકોમા ભયનો માહોલ
1/2
જૂનાગઢ જિલ્લાના માલીડા ગામેં જંગલના રાજા દ્વારા ચાર જેટલા પશુનું મારણ કરી મિજબાની માણી જ્યારે ત્રણ પશુને કર્યા ઘાયલ ગામ લોકોમા ભયનો માહોલ
2/2

જૂનાગઢ જિલ્લાના માલીડા ગામેં જંગલના રાજા દ્વારા ચાર જેટલા પશુનું મારણ કરી મિજબાની માણી જ્યારે ત્રણ પશુને કર્યા ઘાયલ ગામ લોકોમા ભયનો માહોલ

બાઈટ :- 1 જેસા ભાઈ ---ખેડૂત - માલીડા ગામ

 જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના માલીડા ગામે રાત્રીના સમયે સિંહો ગામમાં ઘુસી ગયા હતા અને ગામની અંદર અલગ અલગ જગ્યા પર ત્રણથી ચાર પશુના મારણ કર્યું હતું જેમાં એક ગાય એક બળદ અને એક આખલાનો સમાવેશ થાય છે આમ જોવા જઈએ તો માલીડા ગામએ જૂનાગઢ ગરવા ગિરનાર ની અતિ નજીક હોવા ના કારણે આવા બનાવો અવાર નવાર બનતા હોય છે પરંતુ હાલ ગામ લોકો મા ભયનો માહોલ દેખાઈ રહ્યો છે 

માલિડા ગામ ગિરનારની પાસે હોય તેમજ ગામની અંદર અવાર નવાર જંગલી હિંસક પ્રાણીઓ ધસી આવતા હોય છે ત્યારે માલિડા ગામ ના ખેડૂતો પણ ડર સાથે પોતાના ખેતરે જાવા મજબુર છે જ્યારે સરકાર દ્વારા જંગલ વિસ્તાર આસપાસના ગામડાઓમાં ખેડૂતોને દિવસ ની વીજળી આપવાનું કહ્યું છે પરંતુ માલિડા ગામ માં ખેતી માટે રાત્રીનો વિજપાવર મળે છે ત્યારે આ ગામમા ખેતી વાડી મા વીજળીનો મોટો પ્રશ્નો રહે છે જેથી લોકો કાયમી માટે દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે દિવસ દરમિયાન વીજળી મળવાથી લોકો રાત્રિ ના સમયે ઘરે રહી શકે

જ્યારે ગામ લોકોનું એવું પણ કહેવું છે કે અવાર નવાર જંગલી પ્રાણીઓ અમારા કિંમતી માલઢોર ને મારી નાખે છે જ્યારે તેની સામે વનવિભાગ દ્વારા લાખ રૂપિયા પશુના 10 થી 15 હજાર જ આપવામાં આવે છે ત્યારે અમને યોગ્ય વળતર મળે તેવી પણ અમારી માગ છે 

હાલ આ બનાવના પગલે ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા તેમના કર્મચારી પોતનું વાહન લઇ સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મળી પંચરોજ કર્યું હતું તેમજ મરેલા પશુનો વનવિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો 

રિપોર્ટ -પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન