સમાચાર સારાંશ: સિંહણ અને સિંહ બાળના મૃત્યુને લઈને પર્યાવરણ પ્રેમી સહિત તાલુકાના લોકોમાં ભારે રોષ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં સિંહના મૃત્યુના સમાચારથી ખળભળાટ સિંહને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા અને વિભાગના અધિકારીઓ કેમ સુતા રહ્યા ? અનેક સવાલો સામે આવ્યા
હાલ ચોમાસાનો માહોલ છે અને સિંહો જંગલની બહાર ખેતી વિસ્તારમાં નીકળી પડતા હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીર અને પાત્રા ગીર ગામ વચ્ચે એક સિંહણ અને બે બચ્ચા ના મૃતદેહ મળી આવતા ખળભળાટ થવા પામ્યો હતો ત્યારે વન વીભાગ ના અધિકારી અને તેમની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી
જ્યારે ઘટના સ્થળ પર મીડિયા પહોંચ્યું અને કવરેજ કરવા ઉતર્યું ત્યારે વન વિભાગ ના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા
તેમજ વન વિભાગ ના ફોરેસ્ટ ઓફિસર અને RFO ચૌધરી દ્વારા મીડિયાને ચોખ્ખું ના કહી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળ થી દૂર રાખવામાં આવ્યા હતા પરંતુ મીડિયા દ્વારા મહામહેનતે કવરેજ કરવામાં આવ્યું હતું જ્યારે સિંહોના મૃતદેહો ને વન વિભાગ દ્વારા તાત્કાલિક નદી અને ખેતર માંથી ઉપાડી અને તેમના વાહનોમાં નાખી રવાના કરી દેવામાં આવ્યા હતા
ત્યારે વન વિભાગના અધિકારીઓ આવી મોટી ઘટના ને છા માટે છુપાવવા માગે છે તે એક મોટો સવાલ છે
બીજી તરફ વાત કરીએ સિંહોના મૃત્યુ ને લઈ ને તો એક સિંહણ અને બે સિંહ બાળ ના મૃતદેહો જોવામાં આવ્યા છે ત્યારે સિંહણ નો મૃતદેહ પુલ થી નીચે વોકળા માં પાણી પર તરતો જોવા મળ્યો હતો અને બહુ દુર્ગન્ધ મારી રહ્યો હતો જ્યારે બીજી તરફ સિંહ બાળ ના મૃતદેહ ખેતરમાં પડેલા હતા વળી આ બંને વચ્ચે નું અંતર અંદાજીત 1000 મિટર જેટલું હોય તેવું અનુમાન છે
ત્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્યના મૃત્યુના લાંબા સમય પછી જ મૃતદેહ દુર્ગન્ધ મારતો હોય છે તેવામાં આ સિંહોના મૃત્યુ ને 4 થી 5 દિવસ થયા હોવાની આશંકા છે પરંતુ હાલ સિંહણ અને સિંહ બાળના મૃત્યુ ક્યાં કારણો સર થયા તે તપસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે
ત્યારે એક તરફ સરકાર દ્વારા એશિયાઈ લાયનોને બચાવવા માટે મસ મોટા પ્રયત્નો કરવામાં આવે છે અને સરકાર દ્વારા સિંહો ની જાળવણી અને સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ટ્રેકર ,ફોરેસ્ટ ,ફોરેસ્ટ ગાર્ડ, RFO ,સહિત ના અધિકારીઓ ને રાખવામાં આવે છે જેમાં ફોરેસ્ટ અને RFO દ્વારા સિંહો ને ચોમાચા ની સિઝન દરમિયાન ટ્રેક કરવામાં આવતા હોય છે અને તેમના લોકેશન ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે
ત્યારે સવાલ એ છે કે આ સિંહોને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા કેમ આટલા દિવસ સુધી વન વિભાગના અધિકારીઓ સુતા રહ્યા ? વન વિભાગ ના અધિકારીઓ ને માત્ર પંખા ની હવા ખાવામાં અને પગાર લેવામાં જ રસ છે તેઓ ને જેમની જાળવણી માટે મુકવામાં આવ્યા છે તેમની જાળવણીમાં કેમ ચૂક થઇ છે હાલ સિંહના મૃત્યુ ની ઘટનાને લઈ ને પાત્રા ગામ ના સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવાયું છે કે વન વિભાગ કૈક છુપાવી રહીયું છે અને અમારી માગ છે કે આ ઘટના માં જે પણ દોષિત હોય તેને છોડવામાં ન આવે અને તત્ષ્ટ તપાસ થાય તેવી અમારી માગ છે
Byte પ્રશાંત તોમર (DCF વન વિભાગ જૂનાગઢ)
Byte નારણ ભાઈ રાઠોડ સરપંચ પ્રતિનિધિ પાત્રા ગીર ગામ
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં સિંહના મૃત્યુના સમાચારથી ખળભળાટ સિંહને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા અને વિભાગના અધિકારીઓ કેમ સુતા રહ્યા ? અનેક સવાલો સામે આવ્યા #junagadh #lion #Death#postmortem #forest #Girondins pic.twitter.com/hOg94Gy7YF
— Jigar pandya (@jigar_pandya27) July 18, 2024
ખોરાસા ગીર અને પાત્રા ગામ વચ્ચે બનેલી આ ઘટના ને લઈ ને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જૂનાગઢ થી દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતા વન વિભાગના આવા ઊંચા અધિકારી સ્થળ ઉપર આવે અને સ્થતી જોઈ તો પણ અધિકારી ને ખ્યાલ નહીં પડતો હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે અહીંયા આવેલા લોકો માં ચર્ચા હતી કે આ ઘટના ને 4 થી 5 દિવસ થઈ ગયા છે
અને તેને કારણે બોડી ફૂલી ગઈ અને દુર્ગન્ધ મારી રહી છે વળી આ નદી ના પ્રવાહમાં તણાઈ ને આવેલ નથી જો નદીના પ્રવાહમાં તણાઈ ને આવે તો સિંહ ના બચ્ચા ખેડૂતના ખેતરમાં કેમ મળી આવ્યા એ મોટો સવાલ છે
જ્યારે સિંહોની બોડીને રિકવર કરી લીધા બાદ મીડિયાએ વન વિભાગ ના DCF પ્રશાંત તોમર ને ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેઓ દ્વારા જણાવાયું કે એક સિંહણ અને બે બચ્ચા છે તેમની બોડી રિકવર કરવામાં આવી છે અને સીમાર હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે pm કર્યા બાદ ખ્યાલ આવશે કે આમનું મૃત્યુ કુદરતી થયું છે કે પછી અન્ય કોઈ રીતે વધુ જણાવતા કહ્યું હતું કે આ સિંહ નદીના પ્રવાહમાં તણાઈ ને આવ્યા છે કે પછી અન્ય કોઈ રીતે મૃત્યુ થયું છે તે pm બાદ જ ખ્યાલ પડશે
DCF તોમરના આવા જવાબ ને કારણે દેખાઈ રહીયું હતું કે આવા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર આવે છે પરંતુ ઓછા અનુભવને કારણે તેમને અને તેમની નીચેના અધિકારીઓ ને ઘટના નો ખ્યાલ ન આવતો હોય તેવું દેખાઈ રહ્યું હતું
હાલ સિંહણ અને સિંહ બાળના મૃત્યુને લઈને પર્યાવરણ પ્રેમી સહિત તાલુકાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
રિપોર્ટ :-પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



