હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

પોરબંદર શહેર રામ ભરોસે મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. સ્થાનિકોનો આક્ષેપ તંત્ર પહોંચ્યું નથી મદદે સતત પાંચમા દિવસે પણ ઘરોમાં ત્રણ ફૂટ પાણી

Posted 2 years ago with 39 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: તંત્ર એ પણ જાણે ઊંચા હાથ કરી દીધા હોય તેમ અધિકારીઓ પોતાની વ્યવસ્થા જાતે જ કરી લેવા માટે સ્થાનિકોને સૂચના આપી રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે

પોરબંદર શહેર રામ ભરોસે મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. સ્થાનિકોનો આક્ષેપ તંત્ર પહોંચ્યું નથી મદદે  સતત પાંચમા દિવસે પણ ઘરોમાં ત્રણ ફૂટ પાણી
1/2
પોરબંદર શહેર રામ ભરોસે મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. સ્થાનિકોનો આક્ષેપ તંત્ર પહોંચ્યું નથી મદદે  સતત પાંચમા દિવસે પણ ઘરોમાં ત્રણ ફૂટ પાણી
2/2

પોરબંદર શહેર રામ ભરોસે મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો. સ્થાનિકોનો આક્ષેપ તંત્ર પહોંચ્યું નથી મદદે  સતત પાંચમા દિવસે પણ ઘરોમાં ત્રણ ફૂટ કરતા પણ વધારે પાણી

પોરબંદર શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ તાંડવ મચાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે તો બીજી તરફ તંત્ર એ પણ જાણે ઊંચા હાથ કરી દીધા હોય તેમ અધિકારીઓ પોતાની વ્યવસ્થા જાતે જ કરી લેવા માટે સ્થાનિકોને સૂચના આપી રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે

પોરબંદર શહેરમાં મેઘરાજા એક દિવસ માટે વિરામ લીધો હતો પરંતુ ત્યારબાદ આજ વહેલી સવારે સાડા ચાર વાગ્યેથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પોરબંદરના શહેરીજનોની હાલત કફોડી બની છે ખાસ કરીને છાયાચુકી નજીકનો રણ વિસ્તાર જે પાણીમાં ગરકાવ થયો છે જ્યાં સતત પાંચમા દિવસે પણ ઘરોમાં ત્રણ ફૂટ કરતા પણ વધારે પાણી ઘૂસેલા છે જેના કારણે લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે તો અહીં કોઈ રાજકારણી કે કોઈ અધિકારીઓ તેની ખબર પૂછવા પણ ન આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે એટલું જ નહીં પરંતુ એક અધિકારી હતું અહીં આવી તમારી વ્યવસ્થા તમે જાતે કરી લેજો તંત્ર કાંઈ કરી શકશે નહીં તેવું સૂચન કર્યું હોવાના પણ સ્થાનિક મહિલાએ આક્ષેપ કર્યા છે 

પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તો બીજી બાજુ તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે ક્યારે આ વિસ્તારમાં રહેતા વૃદ્ધોનું અને અન્ય લોકોનું પણ જાતે જ સ્થળાંતર કરાઈ રહ્યું છે આવા સમયે પણ જાણે સરકારી તંત્ર લોકોને આત્મ નિર્ભર રહેવા માટે સૂચન કરતું હોય તેવું લાગી રહ્યું છે પરિણામે લોકોની પરિસ્થિતિ વિગત બની રહી છે

બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ઘમરોળશે આટલા જિલ્લામાં પડી શકે છે 

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (22મી જુલાઈ) સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન