હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને ઠેસ .રાજકોટ નજીક સત્યનારાયણની કથા બંધ કરાવતા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે નોંધાવ્યો વિરોધ .

Posted 1 year ago with 70 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નાણાકિય ઉચાપતમાં સાત વર્ષની સજા પામેલો આરોપી જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને પડકારી રહ્યો છે વધુમાં હેમાંગ રાવલે જણાવ્યું કે બ્રહ્મ સમાજ અન્ય સમાજ દ્વારા સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને ઠેસ .રાજકોટ નજીક સત્યનારાયણની કથા બંધ કરાવતા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે નોંધાવ્યો વિરોધ .
1/1

વિજ્ઞાન (science) જાથાના નામે ધર્મ અને આસ્થાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય રાજકોટ નજીક પારડી ખાતે સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી ..વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે નોંધાવ્યો વિરોધ .

હેમાંગ મહિપતરામ રાવલ જેઓ ચેરમેન : વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટી (World Brahmin Organizatio): શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા અનેક ક્ષેત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે નાણાકિય ઉચાપતમાં સાત વર્ષની સજા પામેલો આરોપી જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના (Vigyan Jatha)નામે ધર્મ અને આસ્થાને પડકારી રહ્યો છે વધુમાં હેમાંગ રાવલે જણાવ્યું કે બ્રહ્મ સમાજ અન્ય સમાજ દ્વારા સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે 

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિવિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે અને સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો આ વિજ્ઞાન જાથા અને તેના મળતીયાઓ છોડતા નથી. રાજકોટ (rajkot )નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની (satynarayan katha )કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના (Brahmin)ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક (dharm )આસ્થાને સન્માન આપે છે.

દેશના મહાન સપૂત ડો બાબા સાહેબ આંબેડકરે પણ આપણા દેશના બંધારણની અંદર પણ દેશના નાગરિકોને પોતાનો ધર્મ અને આસ્થા માનવાની છૂટ આપેલી છે.

આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ (hindu )ધર્મનું અપમાન કર્યું છે. 

આ એ જ જયંત પંડ્યા છે જેને નાણાકીય ઉચાપતના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા પણ આપેલી છે. તેની સાથે ટેલીફોનીક વાત કરતા આ સખ્સ દ્વારા એમ કહીને ગર્ભિત ધમકી આપવામાં આવી કે "હું શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે" આમ વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન