સમાચાર સારાંશ: આ મહાવિદ્યાલયમાં ચાર વેદ, વેદાંત, ન્યાય, મીમાંસા, વ્યાકરણ જેવા વિવિધ વૈદિક અને શાસ્ત્રીય વિષયોનું ઋષિકુમારોને અધ્યાપન કરવામાં આવે છે
અમદાવાદ SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અદ્યતન ગ્રંથાલયનું ઉદ્ઘાટન: વૈદિક અને શાસ્ત્રીય શિક્ષણને નવું બળ મળશે
અમદાવાદ: SGVP અમદાવાદ દ્વારા સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત ભાષા અને હિન્દુ સંસ્કૃતિના જતન તથા પ્રચારના ઉદ્દેશ સાથે એક વિશાળ અને આધુનિક ગ્રંથાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું.

મહાવિદ્યાલય અને તેના વિદ્યાર્થીઓ: આ મહાવિદ્યાલયમાં ચાર વેદ, વેદાંત, ન્યાય, મીમાંસા, વ્યાકરણ જેવા વિવિધ વૈદિક અને શાસ્ત્રીય વિષયોનું ઋષિકુમારોને અધ્યાપન કરવામાં આવે છે. વિવિધ રાજ્યોના બસો ઉપરાંત ઋષિકુમારો અહીં ધોરણ ૬ થી લઈને પી.એચ.ડી. સુધીનો અભ્યાસ તદ્દન નિઃશુલ્ક કરી રહ્યા છે. આ ઋષિકુમારો દેશ-વિદેશમાં સંસ્કૃતિ અને સંસ્કૃતના પ્રચાર માટે કટીબદ્ધ થઈ રહ્યા છે.
ગ્રંથાલયનું નિર્માણ અને ઉદ્ઘાટન: સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ વિશાળ ગ્રંથાલયનું નિર્માણ શક્ય બન્યું છે. આ નૂતન ગ્રંથાલયનું ઉદ્ઘાટન મૂળ કચ્છના વતની અને હાલ કેન્યામાં સ્થિર થયેલા કાનજીભાઈ વરસાણી, તેમના ધર્મપત્ની ધનબાઈ વરસાણી તથા અમેરિકા નિવાસી વિજયભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આધુનિક ગ્રંથાલયના નિર્માણમાં કે. વરસાણી પરિવારે મુખ્ય દાતા તરીકે સેવા આપી છે.
ગ્રંથાલયની વિશેષતાઓ: નવનિર્મિત ગ્રંથાલયમાં હાલમાં દસ હજારથી વધારે સંસ્કૃત ગ્રંથો ઉપલબ્ધ છે અને સતત બીજા ગ્રંથોનો ઉમેરો થઈ રહ્યો છે. આ આધુનિક સુવિધા ઋષિકુમારોને તેમના ઊંડાણપૂર્વકના વૈદિક અને શાસ્ત્રીય અભ્યાસમાં અત્યંત સહાયરૂપ થશે. આ ગ્રંથાલય શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર બની રહેશે. SGVP Darshanam Sanskrit Mahavidyalaya Inaugurates State-of-the-Art Library
New Strength for Vedic and Classical Education: Collection of Over 10,000 Sanskrit Texts
Ahmedabad: SGVP Ahmedabad, through its Darshanam Sanskrit Mahavidyalaya, has constructed a vast and modern library with the aim of preserving and promoting the Sanskrit language and Hindu culture. The grand inauguration of this library was recently held.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



