હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

Posted 2 years ago with 50 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: કોઇ મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથી. હું મારી કેરિયરમાં કડીથી અપડાઉન કરતો હતો. મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો

માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
1/3
માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
2/3
માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
3/3

મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠાં ખર્ચ વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. મારી ઘરવાળીએ એક લાખ કપ ચાય મુલાકાતીઓને પિવડાવી હશે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણીના સમયમાં હમણાં કોઈને કોઈ નેતા પર રોષ ઠાલવતા જોવા મળી રહ્યાં છે. આજે તેમણે કાર્યાલય ખોલવા પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.

તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો છું પણ બે પાંચ દિવસથી વધારે ગાંધીનગરના સરકારી બંગલે રોકાયો નથી. આટલા વર્ષોમાં મને રજૂઆતના કાગળો મળ્યાં છે અને લાખોની સંખ્યામાં મેં જવાબ આપેલા છે.

તેમણે કહ્યું કે કોઇ મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથી. હું મારી કેરિયરમાં કડીથી અપડાઉન કરતો હતો. મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠાં ખર્ચ વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. મારી ઘરવાળીએ એક લાખ કપ ચાય મુલાકાતીઓને પિવડાવી હશે.

ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે જ તેમણે કહ્યું કે કાર્યાલયનું પાટીયું લટકાવી દેવાય, એવું ન જોઈએ. કાર્યકરોના કામો પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. હારતા, જીતતા કે સરકાર બન્યા પછી પણ આપડે કાર્યાલયો બનાવ્યા છે. હું બડાઈ મારતો નથી પણ ફરક બતાવવા કહી રહ્યો છું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.