હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

સિન ટેક્સની આવક સરકાર માટે સોનાનું ઈંડું આપતી મરઘી લોકોના શોખથી સરકારની તિજોરીમાં આવક વધી સરકારને લક્ઝરી ટેક્સથી બલ્લે બલ્લે

Posted 1 year ago with 140 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તમારા શોખથી સરકારની તિજોરીમાં આવક વધી

સિન ટેક્સની આવક સરકાર માટે સોનાનું ઈંડું આપતી મરઘી લોકોના શોખથી સરકારની તિજોરીમાં આવક વધી સરકારને લક્ઝરી ટેક્સથી બલ્લે બલ્લે
1/1

સિન ટેક્સની આવક સરકાર માટે સોનાનું ઈંડું આપતી મરઘી લોકોના શોખથી સરકારની તિજોરીમાં આવક વધી સરકારને લક્ઝરી ટેક્સથી બલ્લે બલ્લે 

શોખ બહુ મોટી વસ્તુ છે…’ હવે સરકાર પણ એવું જ કહેતી જોવા મળી રહી છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. તમારા શોખથી સરકારની તિજોરીમાં આવક વધી રહી છે. સરકારને સિન ટેક્સ મારફત રૂ. 70,000 કરોડની કમાણી થઈ છે. અર્થશાસ્ત્રની ભાષામાં, તમારા 'શોખ' પર સરકાર જે વધારાનો ટેક્સ કમાઈ રહી છે તેને સિન ટેક્સ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે સિન ટેક્સ પાન મસાલા, દારૂ, સિગારેટ, કાર્બોનેટેડ પીણાં, ઠંડા પીણાં, મોંઘા પરફ્યુમ, આયાતી માલસામાન અને વાહનો પર વસૂલવામાં આવે છે. આ 'લક્ઝરી' પર એક પ્રકારનો ટેક્સ છે. આ ચીજવસ્તુઓ પર સરકાર લક્ઝરી ટેક્સ વસૂલે છે.

જુલાઈ 2017માં જ્યારે GST સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારે સૌથી વધુ ટેક્સ સ્લેબ 28 ટકા રાખવામાં આવ્યો હતો. પરંતુ સિનટ ટેક્સ અથવા 'લક્ઝરી ગુડ્સ' માટે 15 ટકા સુધીનો અલગથી સેસ લાદવામાં આવ્યો હતો. આ સેસ લાદવાનો હેતુ આ ચીજવસ્તુઓમાંથી મળતી આવક રાજ્યોના મહેસૂલી નુકસાનની ભરપાઈ કરશે.

હવે આ સિન ટેક્સ સરકાર માટે 'સોનાના ઈંડા' આપનારી મરઘી બની ગઈ છે. સરકારને આ મથાળે એટલા પૈસા મળી રહ્યા છે કે તમામ ખર્ચા સરભર કરી અને રાજ્યોની લોન ચૂકવ્યા પછી પણ સરકાર પાસે વધારાના 70,000 કરોડ રૂપિયા બચશે. કોવિડ-19 કટોકટી દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો વતી લોન લીધી હતી. આમાંની મોટાભાગની લોનની ચુકવણીની અંતિમ તારીખ માર્ચ 2026 છે. નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે GST સેસ કલેક્શનના ટ્રેન્ડ મુજબ, સરકાર સમય પહેલાં તમામ લોન ચૂકવશે, તો પણ સરકાર પાસે 65,000 કરોડથી 70,000 કરોડ બાકી રહેશે.સરકારના બજેટના આંકડા પણ આ દાવાની સાક્ષી છે. નાણાકીય વર્ષ 2020-21માં સરકારનું GST સેસ કલેક્શન રૂ. 85,191.9 કરોડ હતું. પછી તે 2021-22માં રૂ. 1,05,000 કરોડ, 2022-23માં રૂ. 1,25,862.40 કરોડ અને 2023-24માં રૂ. 1,45,000 કરોડ થશે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં તે 1,50,000 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.