હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહી

Posted 2 years ago with 126 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચીન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારત અને ચીન (India-China) વચ્ચે સરળતાથી વાતચીત ચાલી રહી છે

રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહી
1/4
રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહી
2/4
રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહી
3/4
રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહી
4/4

Gujarat Lok Sabha Elections 2024 : અમદાવાદમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) જનસભામાં ચીન પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સૈન્યની દ્રષ્ટિએ ભારત એક શક્તિશાળી દેશ બની ગયો છે. આપણે આપણા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ.

તેમણે રાહુલ ગાંધી દ્વારા ચીન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારત અને ચીન (India-China) વચ્ચે સરળતાથી વાતચીત ચાલી રહી છે. ભારત ક્યારેય ઝૂકશે નહીં. મને લાગે છે કે આપણે વાટાઘાટોના પરિણામોની રાહ જોવી જોઈએ. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહીં.’

?ref_src=twsrc%5Etfw">April 28, 2024

રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહી
રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. ભારતે વર્ષ 2014માં 600 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી હતી, જોકે આજે 2023-24માં આ આંકડો 21000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, દેશની સંરક્ષણ નિકાસમાં હજુ પણ વધારો થશે. મોદી સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે કે, સંરક્ષણ સામગ્રીઓ જેમ કે મિસાઈલ, બોંબ, ટેંક કે પછી અન્ય હથિયારો માત્ર ભારતમાં અને ભારતીયો દ્વારા જ બનવી જોઈએ.

વર્ષ 2020ની મે મહિનામાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના કારરણે ગલવાન ખીણ વિવાદ વધ્યો હતો. ઘણા દાયકાઓ બનેલી આ ગંભીર ઘટનાના કારણે બંને દેશો વચ્ચે લશ્કરી વિવાદમાં વધારો થયો છે. ચીની સેનાના જણાવ્યા મુજબ, બંને પક્ષો અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ - ગલવાન વેલી, પેંગોંગ લેક, હોટ સ્પ્રિંગ્સ અને જિયાનન ડાબાન (ગોગરા) પર પીછેહટ કરવામાં સંમત થયા છે, 

જેના કારણે સરહદ પર તણાવમાં ઘટાડો થશે. પરંતુ દેપસાંગ અને ડેમચોકમાં એક સમાન કરાર સુધી પહોંચવા મામલે બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં સમસ્યા સર્જાઈ હતી. ભારત દ્વારા આ બંને મુદ્દાઓના ઉકેલ માટે દબાણ કરાયું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.