હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, રમત-ગમત

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો

Posted 2 years ago with 74 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ટીમ ઈન્ડિયાને પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ ભારત તરફથી બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન   ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો
1/4
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન   ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો
2/4
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન   ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો
3/4
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન   ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો
4/4

 હોકી ટીમને બ્રોન્ઝ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન 

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશનું શાનદાર પ્રદર્શન   ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો

ટીમ ઈન્ડિયાને પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ ભારત તરફથી બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા

શ્રીજેશે કારકિર્દીની છેલ્લી મેચ રમીને અલવિદા કર્યું  

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું છે. ભારત તરફથી બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ગોલકીપર પી. શ્રીજેશ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. શ્રીજેશે કારકિર્દીની છેલ્લી મેચ રમી અને હોકીને અલવિદા કર્યું ટીમ ઈન્ડિયાને પેરિસ ઓલિમ્પિકમાં આ ચોથો મેડલ મળ્યો છે. 

પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી હતી. પરંતુ આમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો. પરંતુ બીજા ક્વાર્ટરમાં સ્પેનનો વિજય થયો હતો. તેના માટે માર્ક મિરાલેસે 18મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે, સ્પેનની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાનો પરચો બતાવી ભારત માટે ગોલ કર્યો હતો. ક્વાર્ટરના અંત સુધી ભારત અને સ્પેનની ટીમો 1-1ની બરાબરી પર રહી 

ત્રીજા ક્વાર્ટર દરમિયાન ટીમ ઈન્ડિયા ખૂબ જ આક્રમક દેખાઈ રહી હતી. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે એક ગોલ કર્યો હતો. હરમનપ્રીતે 33મી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા પાસે 2-1ની લીડ હતી.

સ્પેને છેલ્લા ક્વાર્ટરમાં પુનરાગમન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી. છેલ્લી ઘડીમાં સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશે આસાનીથી બચાવ કર્યો હતો. સ્પેને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ ભારત જીત્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન