હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો

Posted 1 year ago with 46 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભારતીય પ્રતિનિધિની પાકિસ્તાન પર સીમા પાર આતંકવાદનો આરોપ લગાવતા કહ્યું કે, 'પાકિસ્તાને પોતાના પાડોશીઓની સામે લાંબા સમયથી આતંકવાદને એક હથિયારના રૂપે ઉપયોગ કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો
1/1

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ એક એવું નાટક જોયું, જ્યાં એક દેશ જેને તેની સેના ચલાવે છે અને જેનું વૈશ્વિક સ્તર પર આતંકવાદ, માદક પદાર્થોના વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓમાં નામ છે, તેણે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાની હિંમત કરી છે. 

હું પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા પોતાના ભાષણ પર ભારત પર કરવામાં આવેલાં પ્રહારની વાત કરી રહ્યો છું.'ભારતીય પ્રતિનિધિની પાકિસ્તાન પર સીમા પાર આતંકવાદનો આરોપ લગાવતા કહ્યું કે, 'પાકિસ્તાને પોતાના પાડોશીઓની સામે લાંબા સમયથી આતંકવાદને એક હથિયારના રૂપે ઉપયોગ કર્યો છે. 

પાકિસ્તાને અમારી સંસદ, અમારી આર્થિક રાજધાની મુંબઈ, બજારો અને તીર્થ યાત્રાઓ પર હુમલા કર્યાં છે. એક આવા દેશ માટે, જેણે વારંવાર હિંસાનો સહારો લીધો છે, બીજા પર હિંસાનો આરોપ લગાવે તે પાખંડની ચરમ સીમા છે.'

ભારતે પાકિસ્તાનની વ્યૂહાત્મક સંયમ (સ્ટ્રેટેજિક રિસ્ટ્રેઇન્ટ)ની દરેક યોજનાનો સીધો વિરોધ કર્યો. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું કે, આતંકવાદ સાથે કોઈ સમજોતો થઈ શકે નહીં. પાકિસ્તાને સમજવું જોઈએ કે, ભારત સામે સીમા પાર આતંકવાદના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. ભારતે પાકિસ્તાના અલ્પસંખ્યકો પ્રતિ ક્રૂર નીતિઓ અને 1971ના નરસંહારની પણ નિંદા કરી. 

પ્રતિનિધિએ કહ્યું કે, 'આ હાસ્યાસ્પદ છે કે, એક એવો દેશ, જેણે 1971 માં નરસંહાર કર્યો અને જે હજુ પણ પોતાના અલ્પસંખ્યકો પર અત્યાચાર કરે છે, તે અસહિષ્ણુતા અને ફોબિયાની વાત કરી રહ્યું છે.'ભારતે પાકિસ્તાન પર ઓસામા બિન લાદેનને શરણ આપવા અને વૈશ્વિક સ્તર પર આતંકવાદને વધારવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું, 'દુનિયા જાણે છે કે, પાકિસ્તાને લાંબા સમય સુધી ઓસામા બિન લાદે નને શરણ આપી અને આતંકવાદી હુમલામં વારંવાર પાકિસ્તાનની ભૂમિકા પણ રહી છે. પાકિસ્તાનની નીતિઓએ સમાજના સૌથી ખરાબ તત્વોને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે.'

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું વલણ સ્પષ્ટ અને મક્કમ છે અને ભારતે પાકિસ્તાનના વડાપ્રધાનના આરોપોને સંપૂર્ણ રીતે નકામી દીધાં છે. 

ભારતીય પ્રતિનિધિએ અંતે કહ્યું કે, 'અમારૂ વલણ સ્પષ્ટ છે અને તેને વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર જણાતી નથી. પાકિસ્તાન સત્યને જૂઠના સહારે છુપાવી નથી શકતું.' ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપતા આતંકવાદની સામે પોતાનું કડક વલણ બતાવ્યું છે અને કહ્યું કે, તે પોતાની સમપ્રભુતા અને અધિકારોની રક્ષા માટે કોઈપણ હદે જવા તૈયાર છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.