હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, વિશેષ વાંચન

રુક જાના નહીં તું કહી હાર કે! એ ગીત આપણાં શુદ્ધ અને શુભ લક્ષ્યને આસાન બનાવે છે. આ ગીતનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.

Posted 2 years ago with 121 views

Story by Falguni Vasavada | 6 mins read

સમાચાર સારાંશ: ગીતની એક-એક પંક્તિમાં જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેને કારણે અટક્યા વિના અને પંથમાં તીવ્ર કાંટા વાગે તોય તેની ચિંતા કર્યા વિના આગળ વધવાની પ્રેરણા આપે છે. | પરિચય- ફાલ્ગુની વસાવડા , ભાવનગર | શીર્ષક- ચિંતનની ક્ષણે.

રુક જાના નહીં તું કહી હાર કે! એ ગીત આપણાં શુદ્ધ અને શુભ લક્ષ્યને આસાન બનાવે છે. આ ગીતનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.
1/4
રુક જાના નહીં તું કહી હાર કે! એ ગીત આપણાં શુદ્ધ અને શુભ લક્ષ્યને આસાન બનાવે છે. આ ગીતનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.
2/4
રુક જાના નહીં તું કહી હાર કે! એ ગીત આપણાં શુદ્ધ અને શુભ લક્ષ્યને આસાન બનાવે છે. આ ગીતનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.
3/4
રુક જાના નહીં તું કહી હાર કે! એ ગીત આપણાં શુદ્ધ અને શુભ લક્ષ્યને આસાન બનાવે છે. આ ગીતનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.
4/4

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. વળી એક નજીકના સ્વજનનું પૃથ્વી પરથી આવાગમન થયું! અને એમનાં એકનાં એક સંતાન વિશે વિચારીને જીવ દુઃખ અનુભવી રહ્યો! અને એવું થયું કે આ વિધા વિધાતા અને સુવિધા એ ત્રણેય આપણી જીંદગીમા એવી રીતે જોડાયેલા છે કે, આપણું એનાથી ઉપર ઉઠવું એટલું સહેલું નથી, અને એમાં પણ જાય ત્યારે એમની સાથેની યાદો તીવ્ર બને ! અને જીવ આશા નિરાશામાં ડૂબી જાય! પણ એવું સતત વિચારીને નિરાશામાં ઘેરાયા વગર આ પણ જીવનનો એક પહેલું છે, એનો સ્વીકાર કરીને, આગળ વધીએ તો નિશ્ચિત ધ્યેય સુધી ચોક્કસ પહોંચી શકાય છે. તો આજે આપણે આવાજ એક ગીતનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.

રુક જાના નહીં તું કહી હાર કે,
કાંટો પે ચલકે મિલેગે સાયે બહાર કે,
ઓ રાહી ઓ રાહી.
ઓ રાહી ઓ રાહી.

1974 બનેલી ઈમ્તિહાન નામની આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત છે, અને કિશોર કુમારનો અવાજ. પહેલા કોઈ અસરાર ઉલ હસન નામનાં અન્ય મુસ્લિમ શાયરે આ રચના લખી હતી, પછી મઝરુહ સુલતાનપુરી એ તેને યોગ્ય શબ્દ દેહ આપ્યો, અને ફિલ્મમાં વિનોદ ખન્ના તેમજ તનુજા એ અભિનય કર્યો હતો.

૪૭ વર્ષ પહેલાં લખાયેલું આ ગીત આજની પેઢીને પણ એટલું જ પ્રેરણાદાયી છે, અને હવે આવનારી બીજી સદી સુધી પણ આ પ્રેરણાને સમયનો કાંટ નહીં લાગે, તેનો ચળકાટ યથાવત્ રહેશે. જીવનના કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિને આ ગીત અનેરું પ્રોત્સાહન આપે છે, અને આપતું રહેશે, પરંતુ જેને જીવનમાં કંઈક વિશેષ કરવું છે એવો સંકલ્પ કરે, કોઈ વિશેષ ધ્યેય કે લક્ષ્ય રાખે તો બધું જ થઈ શકે. આજકાલ યુવાનો પોતાનું લક્ષ્ય પુરું કરવા માટે ખરેખર રાત-દિવસ જોયા વગર મથતા હોય છે. પરંતુ એમાં માત્ર એક નાનો ફેરફાર કરવાની જરૂર છે, એટલે કે એક તો સતત સ્પર્ધાનાં આ યુગમાં ક્યારે કોણ ફેંકાઈ જશે, કે કોણ રોકાઈ જશે, કે કોણ નાપાસ થશે, એ નક્કી હોતું નથી. ત્યારે માત્ર ને માત્ર મારા ભોગવિલાસ કે સાધન સંપન્નતા વધારે એવું બને ત્યાં સુધી લક્ષ્ય રાખવુ નહીં. એટલે કે માત્ર રૂપિયા કમાવાની ઈચ્છા એ કોઈ ધ્યેય નથી, એવું વિચારી સારું લક્ષ્ય રાખે તો ખુદની સાથોસાથ અન્યને પણ જીવનમાં પ્રેરણા આપી જાય, એવું કંઈક કરવું જોઈએ. માનસિકતાની દ્રષ્ટિએ આજે આપણે આપણાં ને આપણાં ગુલામ થતા જઈએ છીએ, એટલે કે આપણી જરૂરિયાતો આપણે એટલી વધારી દીધી છે કે, તેને પૂરી કરવા માટે આપણે સાચું-ખોટું કંઈ વિચારી શકતા નથી, તો સમાજનું ચિત્ર બદલવું હશે, એટલે કે વર્તમાન સમાજમાં ફેરફાર કરવા હશે, તો બધાએ એક જ ધ્યેય રાખવું પડશે, અને એ હિંદુ સંસ્કૃતિને ફરી વિશ્વ ઉજાગર કરવી.

જીવન છે તો સતત કંઈ ને કંઈ સારું ખરાબ થવાનું જ છે, અને એ સત્યનો સહર્ષ સ્વીકાર કરી, નાની મોટી તકલીફોને ગણકાર્યા વગર ,જીવનમાં ચાલતા રહેવું, જેને કારણે જીવન બંધિયાર થઈ જશે નહીં, અને નાની નાની વાતમાં પણ ખુશી આપશે. આમ પણ ખુશ રહેવા માટે કંઈ દરેક જણાએ ધનવાન હોવું એ જરૂરી નથી, અને ધનવાન પણ ખુશ છે, એવી ક્યાં ખાતરી આપી શકાય એમ છે?? ખુશી તો આપવાથી વધે છે, એ સત્ય યાદ રાખી આપણાથી અન્યને જેટલા ખુશ કરી શકાય તેટલા કરવાં, અથવા તો અન્યની સમસ્યાઓ હળવી કરીએ, તો પણ મનને ઘણી શાંતિ મળે છે. આજ સુધીનાં જીવનમાં આડો આંક વળ્યો હોય, એ રીતે આ લાવ તે લાવ!! આ કર તે કર!! એમ કર્યું. પરંતુ હવે ભોગની બાબતમાં જીવને હવે બસ કર! એમ કરવું પડશે, અને તો જ  જીવનમાં નવી દિશાના દ્વાર ખુલશે. જ્યાં સતત સત્યનો સુરજ આપણને સત્કારવા ઉભો હશે, ગ્રહ નક્ષત્ર શુભ મંગલ ગાન કરી રહ્યા હશે, અને સકલ અસ્તિત્વ આપણા ધ્યેયને પૂરું કરવા મથી રહ્યું હશે. હું અને તમે આપણે બધા જ સંસારી છીએ અને આ સંસારની મોહ-માયા મમતાના ધાગા એટલા આસાનીથી ઉકેલી શકવાના નથી, ત્યારે અંદરનો માંહ્યલો કે અંતર આત્માનો અવાજ રુક જાના નહીં તું કહી હાર કે,એ સતત સાંભળીને જીવન જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન 

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર).

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.