સમાચાર સારાંશ: રોહિત શર્માઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા ક્રમે છે. તેણે 272 મેચમાં 267 ઈનિંગમાં 30 વખત અણનમ રહીને 7046 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 109 રન નોટ આઉટ છે. તેણે આઈપીએલમાં 2 સદી અને 47 અડધી સદી ફટકારી છે.
ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગના 19મી સિઝનની શરૂઆત 28 માર્ચથી થશે. પ્રથમ મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. IPLમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-10 બેટ્સમેનમાં ભારતીયોનો દબદબો છે. IPLમાં વિરાટ કોહલીનો સૌથી વધુ રન બનાવવા મામલે નંબર-1 છે. તેની આસપાસ પણ કોઈ નથી.
IPLમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-10 બેટ્સમેન

વિરાટ કોહલીઃ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મામલે વિરાટ કોહલી નંબર 1 છે. તેણે 269 મેચની 259 ઈનિંગમાં 40 વખત નોટઆઉટ રહીને 8681 રન બનાવ્યા છે. તેણે 132.86ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આઈપીએલમાં તેણે 8 સદી અને 63 અડધી સદી ફટકારી છે. સર્વોચ્ચ સ્કોર 113 રન છે. તેણે આઈપીએલમાં 771 ફોર પણ ફટકારી છે. જે કોઈપણ ખેલાડી દ્વારા આઈપીએલમાં મારવામાં આવેલી સૌથી વધુ ફોર છે. આ ઉપરાંત 291 સિક્સ પણ મારી છે.
રોહિત શર્માઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા ક્રમે છે. તેણે 272 મેચમાં 267 ઈનિંગમાં 30 વખત અણનમ રહીને 7046 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 109 રન નોટ આઉટ છે. તેણે આઈપીએલમાં 2 સદી અને 47 અડધી સદી ફટકારી છે.
શિખર ધવનઃ આઈપીએલમાં સૌથી વધુ રન બનવવામાં ત્રીજા ક્રમે શિખર ધવન છે. તેણે 222 મેચમાં 221 ઈનિંગમાં 6769 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 51 અડધી સદી ફટકારી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 106 રન નોટઆઉટ છે. આઈપીએલમાં તેણે 768 ફોર પણ ફટકારી છે.
ડેવિડ વોર્નરઃ આઈપીએલમાં સૌથી વધુ રન બનવવામાં શિખર ધવન ચોથા નંબર પર છે. તેણે 184 મેચમાં 6585 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 126 રન છે. તેણે ચાર સદી અને 61 અડધી સદી મારી છે.
સુરેશ રૈનાઃ તેણે 205 મેચમાં 200 ઈનિંગમાં 5528 રન બનાવ્યા છે અને લિસ્ટમાં પાંચમા ક્રમે છે. તેનો સર્વોચ્ચ સ્કોર 100 રન નોટ આઉટ છે. તેણે 506 ફોર અને 203 સિક્સ મારી છે. એટલે કે લગભગ દરેક ઈનિંગમાં સરેરાશ એક સિક્સ મારી છે.
એમ એસ ધોનીઃ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મામલે ધોની છઠ્ઠા ક્રમે છે. તેણે 278 મેચની 242 ઈનિંગમાં 5439 રન બનાવ્યા છે. તે 100 વખત નોટ આઉટ રહ્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 84 નોટ આઉટ છે. તેણે એક પણ સદી ફટકારી નથી. આઈપીએલમાં ધોનીના નામે 24 અડધી સદી છે.
આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મુદ્દે સાતમા ક્રમે રહેલા કેએલ રાહુલે 5222 રન, આઠમા ક્રમે રહેલા એબી ડીવિલિયર્સે 5162 રન, નવમા ક્રમે રહેલા અજિંક્ય રહાણેએ 5032 રન અને 10 ક્રમે રહેલા ક્રિસ ગેઈલે 4965 રન ફટકાર્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



