હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT, લાઈફ સ્ટાઈલ

રાજ કપૂરની બોબીને પચાસ વર્ષ થયા મેરા નામ જોકર ફિલ્મ સફળ થઇ હોત, રાજ કપૂરને પૂરતા પૈસા આ ફિલ્મ થકી મળ્યા હોત તો કદાચ બોબી ફિલ્મ ના પણ બનાવી હોત

Posted 1 year ago with 84 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: રાજ કપૂરે જીવનની ઉત્કૃષ્ટ ફિલોસોફી મેરા નામ જોકરની કથા અને ગીતો થકી રજૂ કરી. પ્રત્યેક પાસાઓ શ્રેષ્ઠ બને એના પર ધ્યાન આપ્યું પણ ભારતીય દર્શક એ સમયે સ્વીકારી શક્યો નહીં, વિવેચકોએ વખાણી હતી પણ પૈસાનું શું?

રાજ કપૂરની બોબીને પચાસ વર્ષ થયા મેરા નામ જોકર ફિલ્મ સફળ થઇ હોત, રાજ કપૂરને પૂરતા પૈસા આ ફિલ્મ થકી મળ્યા હોત તો કદાચ બોબી ફિલ્મ ના પણ બનાવી હોત
1/2
રાજ કપૂરની બોબીને પચાસ વર્ષ થયા મેરા નામ જોકર ફિલ્મ સફળ થઇ હોત, રાજ કપૂરને પૂરતા પૈસા આ ફિલ્મ થકી મળ્યા હોત તો કદાચ બોબી ફિલ્મ ના પણ બનાવી હોત
2/2

રાજ કપૂરની બોબીને પચાસ વર્ષ થયા મેરા નામ જોકર ફિલ્મ સફળ થઇ હોત, રાજ કપૂરને પૂરતા પૈસા આ ફિલ્મ થકી મળ્યા હોત તો કદાચ બોબી ફિલ્મ ના પણ બનાવી હોત

પૈસા કમાવવા પડે એ કારણે જ ફિલ્મ બોબી બનાવવી પડી હતી, રાજ કપૂરે જીવનની ઉત્કૃષ્ટ ફિલોસોફી મેરા નામ જોકરની કથા અને ગીતો થકી રજૂ કરી. પ્રત્યેક પાસાઓ શ્રેષ્ઠ બને એના પર ધ્યાન આપ્યું પણ ભારતીય દર્શક એ સમયે સ્વીકારી શક્યો નહીં, વિવેચકોએ વખાણી હતી પણ પૈસાનું શું? દર્શકો પર બદલો લેવા એક પ્રેમ કથા બનાવી જેમાં ફક્ત અને ફક્ત ભરપૂર મનોરંજન હતું, એ ફિલ્મ એટલે આજથી પચાસ વર્ષ પૂર્વે 28 સપ્ટેમ્બર, 1973 ના દિવસે રિલીઝ થયેલી સુપરડુપર હીટ ફિલ્મ બોબી...

રાજ કપૂરની બોબીને પચાસ વર્ષ થયા મેરા નામ જોકર ફિલ્મ સફળ થઇ હોત, રાજ કપૂરને પૂરતા પૈસા આ ફિલ્મ થકી મળ્યા હોત તો કદાચ બોબી ફિલ્મ ના પણ બનાવી હોત

મિન્સ કલાના નામ પર દર્શકો સાથે મેરા નામ જોકરની નિષ્ફળતાનો બદલો લીધો.

ભારતીય ફિલ્મોમાં પહેલીવાર યુવાન પણ ના કહી શકાય પણ ટીનએજ અવસ્થાનો મેચ્યોર પ્રેમ દર્શાવવામાં આવ્યો, સામાન્ય રીતે આપણી માન્યતા છે કે ટીનએજ અવસ્થામાં ફક્ત આકર્ષણ જ હોય... આ માન્યતા તોડીફોડીને સહજ પ્રેમ થતો દર્શાવ્યો, જે એ સમય મુજબ એક ઇતિહાસ હતો. ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ હીરોલોગની અલગ પર્સનાલિટી હતી, એ સમયે હીરો બનવાની લાયકાત એટલે મેચ્યોર લાગવું જરૂરી હતું... રાજેશ ખન્ના માટે રોલ લખાયેલો પણ બજેટના અભાવમાં ઋષિ કપૂર હીરો બની ગયો... 

જે સમયમાં સિનેમામાં દર્શાવાતા એકાંત માટે મહદઅંશે પતિ પત્ની હોવું જરૂરી હતું, એ યુગમાં હમ તુમ એક કમરે મેં બંધ હો જેવી વાત દર્શાવવી મિન્સ યુવાનીના પહેલા તબક્કામાં કમરામાં બંધ થવું સાહસ હતું, રાજ કપૂર જ કરી શકે.  

ફિલ્મ બોબી એટલે ટીનએજ લાગતા ઋષિ કપૂરની આસપાસ ફરતી કથામાં ત્રણ કલાક પૂરા કરવા એ પણ રાજ કપૂર માટે સાહસ જ હતું...

ફિલ્મ બોબી એક વાર ફરી જોજો, મગજને સિત્તેરના દાયકામાં લઇ જજો. ફિલ્મનો પ્રારંભ શું છે? છ વર્ષના પુત્રનો જન્મદિવસ છે એમાં કોઈ મહીલા વહાલથી ગાલ પર કીસ કરે છે અને એ બાળક તેને બચકું ભરી દે છે... મતલબ કે પહેલા દ્રશ્યથી જ કથા નિર્દોષ પ્રેમની વાત કરતી નથી પણ યુવાનીના પ્રેમની અભિવ્યક્તિ કરશે એટલું સમજાવા લાગે છે. આખી વાતને કદાચ ઇરાદાપૂર્વક રાજ કપૂરે વિકૃત થવા દીધી હશે, બાળક ઋષિને હોસ્ટેલમાં મોકલવાની સજા કરવામાં આવે છે... આગળના દ્રશ્યમાં એ બાળક પોતાને બાળક માનવા તૈયાર જ નથી... ફરી એ જ કથા ટીનએજ ઋષિના અસ્તવ્યસ્ત રુમમાં ઉંમરલાયક અરુણા ઇરાની થકી થાય છે, મેં શાયર તો નહીં....

ફરી પ્રશ્ન આવે છે કે એ સમયે ગામડાઓમાં બધી સગવડો હતી નહીં તો શું હોસ્ટેલમાં રહેનારાઓ કોઈ સજા ભોગવવા આવ્યા હશે?

બોબી ફિલ્મમાં બધા છેડા સાવ અંતિમ છે... ક્રૂર બાપ વર્સિસ સજ્જન બાપ, અમીરી વર્સિસ ગરીબી, જડ આધુનિકતા વર્સિસ સહજ બોલ્ડનેશ... હા, બાપ પાસે પૈસો છે પણ પ્રેમ માટે સમય નથી અને દિકરા પાસે સમય જ સમય છે પણ પૈસો કમાવવાની દાનત નથી...

બાકી ફિલ્મ હતી ડિમ્પલ કપાડીયા કે કંધો પે, ષોરી.. બદન પે... એ સમયે ચાર શોમાં ચાલતી ફિલ્મ માટે સવારે પાંચ વાગ્યાથી ટિકીટ માટે લાઇનો લાગતી, વાત બોબીની હતી... લોકોને ટીનએજ બોબી જોવી હતી... યુવા પ્રેમકથાનો મજબૂત બેઝ બન્યો હતી...

સંગીતકાર પ્યારેલાલના વિશાળ બંગલામાં બહાર નીકળવાનો રસ્તો ભૂલી જવાય તો શું? એ વિચાર પર ગીતકાર આનંદ બક્ષી ચાબી ખો જાય જેવી પંક્તિઓ વિચારતા હતાં, આ વિચાર રાજ કપૂર પાસે પહોંચ્યો. એક ક્લાસિક ગીત બન્યું, હમ તુમ એક કમરે મેં બંધ હો... આનંદ બક્ષીએ રાજ કપૂરને પૂછ્યું કે ફિલ્મમાં બોબી કોણ છે, હીરો કે હિરોઈન? રાજ કપૂરે એટલું જ કહ્યું કે આ ગીત વગર ફિલ્મ નહીં બને, સિચ્યુએશન સેટ કરીને ફિલ્મમાં ગીત સમાવવામાં આવ્યું... હા, પ્રાણે રાજ કપૂરની સ્થિતિ ધ્યાનમાં રાખી લગભગ ફ્રીમાં કામ કર્યું હતું...

બોબીની પહેલી એન્ટ્રી, મિસિસ બ્રિગેન્ઝાને તેના ઘરે મળવા જતો ઋષિ, અને લોટવાળા હાથ સાથે દરવાજો ખોલતી બોબી... લટો અને કપાળ પર લોટ... નિમ્ન મધ્યમ વર્ગની સુંદરી, બસ એ પછી ફિલ્મ બોબીની... ગાર્ડન, કાશ્મીર કે સ્વિમિંગ પૂલ... મશહૂર બનેલી બોબી બાઇક સુધી... 

 મધ્યપ્રદેશના કવિ વિઠ્ઠલભાઈ પટેલની ના માંગું સોના ચાંદી, વો તો મેરે કિસ કામ કે? સાથે સાથે પ્રેમની નિર્દોષ નારાજગી મિન્સ મૈકે ચલી જાઉંગી...દુજા બ્યાહ રચાઉંગા... 

બોબીની કથા પણ એના સમય કરતાં એક દાયકો વહેલી હતી, નિર્દોષ પ્રેમ વ્યક્ત કરવાને બદલે ક્યારેક એવું પણ લાગે છે કે નવી નવી બનેલી હિરોઇનનું શારિરીક અને માનસિક શોષણ દર્શાવવામાં આવ્યું છે, બોબીની ફેવર કરતાં સંવાદોમાં ય બોબીને વધારેને વધારે બોલ્ડ કરવામાં આવતી હોય એવું લાગે છે... છતાં દર્શકોએ એ શોષિત બોલ્ડનેશને સ્વીકારી... 

ફાઇનલી, રાજસાહેબે બોબી ફિલ્મ થકી, તેના હિરોઇનના પ્રેમને કલુષિત કરતાં ડાયલોગ થકી, બોબીની બોલ્ડનેશને અનેક સ્વરૂપે દર્શાવીને.... મેરા નામ જોકરનો ભરપૂર બદલો લીધો...

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.