સમાચાર સારાંશ: એકજ વર્ષમાં પુલનું ધોવાણ થયું
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ના જામવાળી ગામે કોઝવે તણાયો માંગરોળ તાલુકાનાં શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તુટ્યો ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ના જામવાળી ગામે કોઝવે તણાયો .40 જેટલા ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી
વાત કરવામાં આવે તો હાલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહીયો છે ત્યારે જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના જામવાળી ગામે ભારે વરસાદ ને કારણે કોઝવે માં ધોવાણ થયું હતું
જામવાળી ગામના સરપંચ અને ખેડુતોના જણાવ્યા અનુસાર આ પુલ માટે અનેકો વખત મરમત કરવા રજુવાત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા ધ્યાન નથી દેવામાં આવ્યું અને ખેડૂતોએ લોક ફાળો કરી અને મરમત કરી હતી જ્યારે ત્યાર પછી પણ તંત્ર ને જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નોંધ નથી લેવામાં આવી અને હાલ વરસાદ ને કારણે નબળો પડી ગયેલો પુલ ધોવાયો છે ત્યારે હાલ 40 જેટલા ખેડૂતો ઉપર વાસ માં અને ખેતર પર જવામાં મુશ્કેલી પડે છે બળદ ગાડા લઈ ને જય શકાય તેવી સ્થિતિ નથી જ્યારે વરસાદ બંધ રહેશે એટલે ખેતી નું કામ ચાલુ થવાનું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે
ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે તંત્ર દ્વારા અત્યાર સુધી નોંધ લેવામાં નથી આવી તે હવે ક્યારે નોંધ લેશે
બાઈટ :- 1 -નૂર મહંમદ દલ
(સ્થાનિક ખેડૂત --જામવાળી ગામ)
બાઈટ :- 2 - નરેન્દ્રભાઈ ભૂત
(સરપંચ પતિ અને ખેડૂત -- જામવાળી ગામ)
બાઈટ:- પિયુષ કામળિયા
(શીલ ગામ સ્થાનિક)
આ ઉપરાંત માંગરોળ તાલુકાનાં શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તુટ્યો ભ્રષ્ટાચારી પુલ હોવાની આશંકા સામે આવી છે
હજી તો ગયા વર્ષે સાત લાખ રૂપીયામા રીપેરીંગ કરાયો હોવાનાં લોકોના આક્ષેપ સાથે ચર્ચા જાગી છે પરંતુ એકજ વર્ષમાં પુલનું ધોવાણ થયું છે .
ચેકડેમ ટાઇપનો પુલ ગયા ચોમાસામાં તુટતા સામાકાંઠામાં વસવાટ કરતા લોકોનો રસ્તાઓ બંધ થયો હતો પરંતુ ફરીવાર ધુળ માટીનો પાળો સાતલાખના ખર્ચે બનાવ્યા હોવાનાં આક્ષેપ. જ્યારે આ સાત લાખ પાણીમાં ગયા હોવાની લોકોમાં ભારે ચર્ચા...
રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



