જાપાની કળા એક્યૂપ્રેશર પોઇન્ટ્સ ટેકનીક આશીર્વાદ રૂપ છે.
શરીરમાં ઘણા એવા પ્રેશર પોઇન્ટ્સ છે જેનું કનેક્શન શરીરના બીજા ભાગથી થાય છે. હાથ પગના આ પોઇન્ટ્સને દબાવીને ઘણા રોગોની સારવાર કરી શકાય
આજકાલ આપણી લાઇફસ્ટાઇલ એટલી બદલાઇ ગઇ છે કે સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક નાની મોટી પરેશાનીઓને શરીરથી ઘેરાયેલી રહે છે. માથાના દુખાવો, માઇગ્રેન, ગરદન અને પગમાં દુખાવા તો જાણે નોર્મલ વાત થઇ ગઇ છે. પરંતુ એના માટે તમે દરેક વખત ગોળી લઇ શકો નહીં. તમે આ સમસ્યાથી ઘરેલૂ નુસ્ખા દ્વારા છુટકારો મેળવી શકો છો. તો બીજી બાજુ એક્યૂપ્રેશર પોઇન્ટ્સ ટેકનીકથી પણ એનાથી છુટકારો મળી શકે છે.
એક્યૂપ્રેશર પોઇન્ટ્સ શું છે?
શરીરમાં ઘણા એવા પ્રેશર પોઇન્ટ્સ છે જેનું કનેક્શન શરીરના બીજા ભાગથી થાય છે. હાથ પગના આ પોઇન્ટ્સને દબાવીને ઘણા રોગોની સારવાર કરી શકાય છે.
માનસિક શાંતિ અને થાક દૂર કરવા માટે ત્રીજી આંખ એટલે કે જ્યાં મિડ પોઇન્ટમાં તમે ચાંદલો કરો છો એ ભાગને પ્રેસ કરો. એનાથી માનસિક શાંતિ, મેમરી પાવર, સ્ટ્રેસ, થાક, માથાનો દુખાવો, આંખનો દુખાવો અને અનિદ્રાની પરેશાની દૂર થાય છે.
સ્ટ્રેસથી રાહત મેળવવા માટે કાનની નીચે ગરદન અને ગરદનના હાડકાની વચ્ચે રહેલો પોઇન્ટ 1 અથવા 2 હળવા હાથથી મસાજ આપો. 3 મીનિટ સુધી સતત હળવાશ મસાજ કરવાથી આ પોઇન્ટ્સ એક્ટિવ થઇ જાય છે અને તમારું બ્લડ પ્રેશર ધીરે ધીરે ઓછું થવા લાગે છે. તમે ઇચ્છો તો પોઇન્ટ્સ 3 ને પણ એક મીનિટ દબાવી શકો છો. જે કાનના ઇયરબોલથી નાકની લાઇનમાં આવે છે. એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.
જો તમને ખાવાનું ના પચતું હોય તો હથેળીથી લગભગ 2 સેમી નીચે કાંડાની વચ્ચોવચ ભાગને 2 થી 3 મીનિટ દબાવો એનાથી તમારી કબજિયાત જેવી સમસ્યાઓ પણ રહેશે નહીં. પેટમાં તકલીફ માટે તમે હથેળીની વચ્ચોવચ 2 થી 3 મીનિટ પ્રેશર પણ આપી શકો છો. ઘણી વખત એડકી એવી શરૂ થાય છે કે બંધ થવાનું નામ જ નથી લેતી એવામાં હથેળીની વચ્ચે પ્રેશર આપો.
હૃદય, ફેફસા અને શ્વાસ સંબંધી સમસ્યાથી દૂર રહેવા માટે અંગૂઠાની નીચે વાળી જગ્યાને હળવા હાથથી દબાવો.
જો તમને ગળામાં સહન ના થાય એવો દુખાવો અથવા અક્કડ રહે છે તો ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગરની વચ્ચે નીચેના ભાગમાં દબાણ બનાવો.
દાંતમાં દુખાવો રહે તો અંગૂઠાના નખને ચારે બાજુથી પ્રેશર આપો. જલ્દી આરામ મળશે.
મેદસ્વિતા ઓછી કરવા માટે કાનની બુટ્ટીના ભાગમાં આંગળીઓની મદદથી લગભગ 3 મીનિટ સુધી દબાવો. દરરોજ આ પોઇન્ટ દબાવવાથી તમારી ભૂખ કંટ્રોલ રહેશે અને તમે ઓવરઇટિંગથી બચી જશો. એનાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળશે.
સંવેદનશીલતાની આ પ્રાચીન જાપાની કળા અનુસાર, દરેક આંગળી ચોક્કસ બીમારી અને લાગણી સાથે સંકળાયેલી છે. આપણા હાથની પાંચ આંગળીઓ શરીરના જુદા જુદા ભાગો સાથે જોડાયેલી હોય છે. આનો અર્થ એ છે કે પેઇનકિલર્સ લેવાને બદલે, તમારે આ સરળ અને અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આજે આ આર્ટીકલ દ્વારા આપણે જાણીશું કે શરીરના કોઈપણ ભાગમાં માત્ર હાથની આંગળીઓને ઘસવાથી કેવી રીતે દુખાવાથી રાહત મેળવી શકાય છે.
આપણા હાથ પરની વિવિધ આંગળીઓ વિવિધ રોગો અને સંવેદનાઓ સાથે સંકળાયેલી છે. કદાચ આપને ખબર નહિ હોય, આપણા હાથની આંગળીઓમાં ચિંતા, ડર અને ચીડિયાપણું દૂર કરવાની ક્ષમતા હોય છે. આંગળીઓ પર હળવા દબાણથી શરીરના ઘણા ભાગોને આવશ્યક અસર થશે.
ચાલો એ જાણીએ કે આંગળીઓ ઘસવાથી શરીરના દુખાવામાં કેવી રીતે રાહત મળે છે?
અંગૂઠો :- હાથનો અંગૂઠો આપણા ફેફસાં સાથે જોડાયેલો છે. જો તમારા ધબકારા ઝડપી હોય તો તમારા અંગૂઠાને હળવા હાથે મસાજ કરો અને તેને થોડો સ્ટ્રેચ કરો. તેનાથી આપને રાહત મળશે.
ઈન્ડેક્સ ફિંગર:- આ આંગળી આંતરડા (ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ ટ્રેક્ટ) સાથે જોડાયેલ છે. જો તમને પેટમાં દુખાવો હોય તો આ આંગળીને હળવા હાથે ઘસો, દુખાવો ઓછો થશે.
મધ્ય આંગળી:- આ આંગળી રુધિરાભિસરણ તંત્ર સાથે જોડાયેલ છે. જો તમને ચક્કર આવતા હોય કે નર્વસ થઈ રહ્યા હોય તો આ આંગળીની માલિશ કરવાથી તરત જ રાહત મળશે.
ત્રીજી આંગળી – રિંગ ફિંગર :- આ આંગળી તમારા મૂડ સાથે જોડાયેલી છે. જો કોઈ કારણસર તમારો મૂડ સારો નથી અથવા તમને શાંતિ જોઈતી હોય તો આ આંગળીને હળવા હાથે મસાજ કરો અને સ્ટ્રેચ કરો, તમને જલ્દી જ તેના સારા પરિણામ મળશે, તમારો મૂડ સારો થઈ જશે.
નાની આંગળી - નાની આંગળી કિડની અને માથા સાથે સંબંધિત છે. જો તમને માથાનો દુખાવો થતો હોય તો આ આંગળીને હળવા હાથે દબાવીને માલિશ કરો, તમારો માથાનો દુખાવો દૂર થઈ જશે. તેની માલિશ કરવાથી કિડની પણ સ્વસ્થ રહે છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ.
આ ઉપરોક્ત નુસ્ખાઓ તથા વઘુ પડતા દબાણ સાથે ન અજમાવવા અને સમસ્યા વઘુ હોય તો એક્સપર્ટની સલાહ લેવી.