હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, સોશિયલ મીડીયા

Coldplay Concertમાં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અદભુત દ્રશ્યો સર્જાયા

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સ્ટેડીયમમાં હાજર ક્રિકેટ ચાહકોના હર્ષોલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા.

Coldplay Concertમાં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અદભુત દ્રશ્યો સર્જાયા
1/1

Coldplay Concertમાં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અદભુત દ્રશ્યો સર્જાયા

અમદવાદ: ગત રાત્રે અમદવાદમાં આવેલા દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ(Narendra Modi Stadium, Ahmedabad)માં અદભુત દ્રશ્યો સર્જાયા હતાં. બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગ રૂપે અમદવાદમાં રેકોર્ડ-બ્રેકિંગ કોન્સર્ટ (Coldplay Concert) કર્યો હતો. આ દરમિયાન સ્ટેડીયમમાં હાજર લાખો ફેન્સને મોટી સરપ્રાઈઝ મળી હતી. કોન્સર્ટ દરમિયાન ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) સરપ્રાઈઝ એન્ટ્રી કરી હતી, બેન્ડના સિંગર ક્રિસ માર્ટિન (Chris Martin) બુમરાહ માટે એક ગીત ગાયું અને સ્ટેડીયમમાં હાજર ક્રિકેટ ચાહકોના હર્ષોલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા.

Coldplay Concertમાં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અદભુત દ્રશ્યો સર્જાયા

રેકોર્ડ બ્રેક કોન્સર્ટ:

એક અહેવાલ મુજબ ગઈ કાલના કોલ્ડપ્લે કોન્સર્ટમાં 1 લાખ 34 હજાર લોકો હજાર રહ્યા હતાં, આ સાથે એક મોટો રેકોર્ડ સર્જાયો હતો. દર્શકોની સંખ્યાએ આ કોન્સર્ટ આ સદીમાં એશિયામાં યોજાયેલો સૌથી મોટો કાર્યક્રમ બન્યો છે.

બુમરાહ...બુમરાહ....:

ક્રિસ માર્ટિન કોલ્ડપ્લેના એક પછી એક હીટ ગીત ગઈ રહ્યો હતો અને દર્શકો તેના તાલે ઝૂમી રહ્યા હતાં, પરંતુ ત્રીજા સેટ દરમિયાન દર્શકોને સરપ્રાઈઝ મળી. કેમેરા ક્રાઉડ તરફ વળ્યો, ત્યારે અચાનક જસપ્રીત બુમરાહ સ્ક્રિન પર દેખાયો, જેના પછી તરત જ દર્શકોએ જોરથી "બુમરાહ....બુમરાહ..." ની બુમો પાડવા લાગ્યા. આ પછી ક્રિસ માર્ટિને કોલ્ડ પ્લેના ગીતો છોડીને બુમરાહની પ્રશંસામાં એક ગીત ગાયું.

બુમરાહ માટે ક્રિસે આવું ગીત બનાવ્યું:

બુમરાહની પ્રશંસા કરતા ક્રિસ માર્ટિને ગાયું, "જસપ્રીત બુમરાહ, માય બ્યુટીફૂલ બ્રધર. આખા ક્રિકેટ જગતનો શ્રેષ્ઠ બોલર. મને દુઃખ થાય છે જ્યારે તું વિકેટ પછી વિકેટ લઈને ઈંગ્લેન્ડને ટીમને પરાસ્ત કરે છે.” 

આ દરમિયાન, શોના આયોજકોએ જસપ્રીત બુમરાહની એક ક્લિપ પણ પ્લે કરી, જેમાં બુમરાહ ઘાતક બોલ ફેંકીને ઈંગ્લેન્ડના બેટ્સમેનોના સ્ટમ્પ ઉખેડી નાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://x.com/GabbbarSingh/status/1881186390911889552

નંબર વન ફાસ્ટ બોલર:

નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન ફાસ્ટ બોલર છે. દુનિયાના દિગ્ગજ બેટ્સમેન પણ બુમરાહના બોલથી ગભરાય છે. જેને કારણે ક્રિસ માર્ટિન તેનો ફેન છે. ક્રિસ માર્ટિને મુંબઈમાં કોન્સર્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને યાદ કર્યો હતો, પરંતુ એ દરમિયાન બુમરાહ સ્ટેડીયમમાં આવ્યો ન હતો. 

જસપ્રીત બુમરાહ હાલ ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. તે ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળે તેવી ચાહકોને આશા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન