હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

જીગ્નેશ મેવાણીએ કર્યો કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું "રાહુલ જીનું તો માનો...."ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી

Posted 1 year ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે સીધું નિશાન તાક્યુ

જીગ્નેશ મેવાણીએ કર્યો કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું
1/1

જીગ્નેશ મેવાણીએ કર્યો કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું "રાહુલ જીનું તો માનો...."ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી

અમરેલીમાં દલિત યુવાનની હત્યાની ઘટના બાદ તે ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી છે. કોંગ્રેસના નેતાઓની ઢીલી કામગીરીથી કોંગ્રેસ પક્ષથી નારાજ થયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે સીધું નિશાન તાક્યુ હતું. 

તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને,

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાની X પોસ્ટમાં આકરા શબ્દોમાં લખ્યું છે કે, "હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા - આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં?? મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!"

જીગ્નેશ મેવાણીની પોસ્ટ શું આપે છે સંકેત?

જીગ્નેશ મેવાણીની આ પોસ્ટથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓની કામગીરી અને નિષ્ક્રિયતાથી અત્યંત નારાજ છે. 'બી ટીમ', 'ફૂટેલી કારતૂસો', અને 'સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા' જેવા શબ્દપ્રયોગો કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને કેટલાક નેતાઓના પક્ષ પ્રત્યેની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કરે છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કાર્યવાહી કરશું 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અમદાવાદ પ્રવાસ દરમિયાન કહ્યું હતુ કે, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની અંદર રહેલા ઘોડાને અલગ કરશે અને રેસના ઘોડાને દોડાવશે, લગ્ન માટેના ઘોડાને નચાવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન