હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ પંથક પાણીમાં તરબોળ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પુર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

Posted 2 years ago with 151 views

Story by Paresh Vadhiya | 5 mins read

સમાચાર સારાંશ: ગુજરાતના વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાન

જૂનાગઢ પંથક પાણીમાં તરબોળ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પુર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
1/4
જૂનાગઢ પંથક પાણીમાં તરબોળ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પુર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
2/4
જૂનાગઢ પંથક પાણીમાં તરબોળ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પુર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
3/4
જૂનાગઢ પંથક પાણીમાં તરબોળ અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પુર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
4/4

ગુજરાતના વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે . જૂનાગઢ જિલ્લામાં 15 ઈંચ વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રીપોર્ટ .જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદને પગલે 50 રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. 

આજે જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13.5 ઈંચ, કેશોદમાં 10 ઈંચ, મેંદરડામાં 7.5 ઈંચ, માળિયા હાટીના, ભેંસાણમાં 6.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, 'કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.' 

જૂનાગઢ જિલ્લામાં બે દિવસ થી મેઘરાજાએ રમઝટ બોલાવતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. નદી નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી . જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માળીયા હાટીનાના ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી હતી અને ડેમ 90% સુધી ભરાઈ ગયો છે . 

જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા બાદ હાલ ઉઘાડ નીકળ્યો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધોછે. .છેલ્લા બે દિવસમાં જુનાગઢ પાણીમાં તરબોળ થઈ ગયું હતું. ગઢ ગિરનાર પરથી પાણીના ધોધ શહેર તરફ આવતા તળેટી તથા દામોદર કુંડમાં પાણી બે કાંઠે વહેતું થયું હતું . નરસિંહ મહેતા તળાવ છલકાયું છે. શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે..દર વર્ષની માફક આ વર્ષે પણ રાયજીબાગ વિસ્તારમાં પાણી ભરાતા મકાનો તથા વાહનોમાં નુકસાન થયું હતું. પરંતુ મેઘરાજાએ થોડો વિસામો લેતા જુનાગઢવાસીઓને ચિંતામાંથી મુક્તિ મળી છે કારણકે ગતવર્ષે સર્જાયેલી તારાજી હજી પણ લોકો ભૂલી શક્ય નથી. ગતરાત્રિના ધોધમાર વરસાદ પછી હાલ વરાપ નીકળતા સૂર્યનારાયણના દર્શન થયા છે . ભારે વરસાદ હોવા છતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં આવેલા માંગરોળ તાલુકા ,કેશોદ તાલુકા તેમજ માણાવદર તાલુકા સહિટ પોરબંદર જીલ્લાના અનેક વિસ્તારગામોનો સમાવેશ થાય છે . સાબલી નદી તેમજ મઘુવંતી નદી સાથે ઓઝત નદી અને ભાદર નદીમાં ભારે પુર આવતા ગામ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું સરકાર કે તંત્ર દ્વારા હજી સુધીમાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. મેખડી ગામના સરપંચ વિરમભાઈ દ્વારા યોગ્ય નિકાલની માગ કરવામાં આવી છે તેમજ નદીઓના પળાઓને યોગ્ય રીતે બાંધવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઇ શકે તેમ છે. જ્યારે આવનારા દિવશોમાં વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આ ગામડાઓની કઇ પરિસ્થિતિ થશે તે કહેવું મુશ્કેલ છે . 

ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ પાક નિષ્ફળ થશે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના 18 ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા છે . માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સરપંચો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.