હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

પહલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રા , પાકિસ્તાનને આપતી હતી ભારતની સંવેદનશીલ જાણકારી.

Posted 1 year ago with 20 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓ અને મુસાફરીની વિગતોની તપાસ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપની પણ તપાસ કરવામાં આવી છે. કારણે કે જ્યોતિએ ભારતની સંવેદનશીલ જાણકારી પાકિસ્તાનને આપી હોવાના પુરાવા પોલીસને મળ્યાં છે

પહલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રા , પાકિસ્તાનને આપતી હતી ભારતની સંવેદનશીલ જાણકારી.
1/1

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra)ની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ મલ્હોત્રાને અંગે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ અને હિસાર પોલીસ (Hisar Police) દ્વારા જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. હિસારના એસપી શશાંક કુમારના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, જ્યોતિની 16 મેના રોજ હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શન સ્થિત તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ પર ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923ની કલમ 3 અને 5 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જ્યોતિ મલ્હોત્રાના બેંક ખાતાઓ અને મુસાફરીની વિગતોની તપાસ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપની પણ તપાસ કરવામાં આવી છે. કારણે કે જ્યોતિએ ભારતની સંવેદનશીલ જાણકારી પાકિસ્તાનને આપી હોવાના પુરાવા પોલીસને મળ્યાં છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે, જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનમાં દૂતાવાસનો અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતી. એટલું જ નહીં પરંતુ તે અનેક વખત પાકિસ્તાન પણ ગઈ હતી.

પહલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રા , પાકિસ્તાનને આપતી હતી ભારતની સંવેદનશીલ જાણકારી.

જ્યોતિ સોશિયલ મીડિયા દ્વારા દાનિશને આપતી હતી જાણકારી

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, જ્યોતિ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટથી ભારતની સંવેદનશીલ જાણકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને આપતી હતી. જ્યોતિએ પાકિસ્તાન સાથે સાથે ચીનની પણ અનેક વખત મુલાકાત કરી હતી. પોલીસને આશંકા છે કે, તેની આવક પ્રમાણે આ યાત્રાઓ સંભવ નથી. જેથી તેને ક્યાંરથી ફંડિંગ મળતું હોવું જોઈએ! પરંતુ ક્યાંથી? પાકિસ્તાન માટે જાસૂસી કરતા હોવાથી તેના પર અનેક પ્રકારની શંકાઓ થઈ રહી છે. 

સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, જ્યોતિ મલ્હોત્રા પહલગામમાં આતંકવાદી હુમલા પહેલા પણ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. એટલું જ નહીં પરંતુ ભારતના અનેક રાજ્યોમાં જઈને તેણે તસવીરો અને વીડિયો પોતાના કેમેરામાં કેપ્ચર કર્યાં છે. પાકિસ્તાન-ચીન યાત્રાની જાણકારી મળ્યાં બાદ આ પ્રવાસ માટે વિદેશી ભંડોળની શંકા હોવાથી, પ્રવાસ માટેના રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શું જ્યોતિને પાકિસ્તાન-ચીન યાત્રા માટે કોઈ રૂપિયા આપતું હતું? આ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. કારણે કે, તે ટ્રાવેલ વિથ જો (Travel with JO) નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ચેનલના 3.77 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

જ્યોતિ મલ્હોત્રા મામલે કરવામાં આવેલી તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યોતિ 2024ના ડિસેમ્બરમાં ઓડિશામાં પુરીના પ્રવાસે ગઈ હતી. તેણે પુરીના જગન્નાથ મંદિર અને અન્ય સ્થળોના ફોટા ક્લિક કર્યા હતા. પુરીમાં જ્યોતિ મલ્હોત્રા એક મહિલાને મળી હતી, જે મહિલા તાજેતરમાં પાકિસ્તાનમાં કરતારપુર સાહિબની મુલાકાતે ગઈ હતી. આ માહિતી બાદ પુરી પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. હજી પણ જ્યોતિ મલ્હોત્રા મામલે તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન