હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

કાજોલ અને પ્રભુદેવાની નવી ફિલ્મ 'મહારાગ્નિ-ક્વીન ઓફ ક્વીન્સ'ના ટીઝરે રિલીઝ થતાંની સાથે દર્શકોમાં ઉત્સુકતા જગાડી

Posted 2 years ago with 52 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: બોલિવૂડની નવી ફિલ્મ 'મહારાગ્નિ-ક્વીન ઓફ ક્વીન્સ'ના ટીઝરે રિલીઝ થતાંની સાથે દર્શકોની ઉત્સુકતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું છે.

કાજોલ અને પ્રભુદેવાની નવી ફિલ્મ 'મહારાગ્નિ-ક્વીન ઓફ ક્વીન્સ'ના ટીઝરે રિલીઝ થતાંની સાથે દર્શકોમાં ઉત્સુકતા જગાડી
1/1

ચરણ તેજ ઉપ્પલપાટિના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મના ટીઝરમાં કાજોલ અને પ્રભુદેવા જેવા દિગ્ગજ કલાકારોની ઝલક જોવા મળી છે, જેમણે 27 વર્ષ પછી ફરી એકવાર સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં કાજોલ મુખ્ય ભૂમિકામાં છે, અને તેમની સાથે નસીરુદ્દીન શાહ, સમ્યુક્તા મેનન, જિશુ સેનગુપ્તા, અને આદિત્ય સીલ જેવા કલાકારો પણ અગત્યની ભૂમિકામાં છે. 

હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થનાર આ એક્શન-થ્રિલર ફિલ્મ જે એક મહિલાની બદલાની વાર્તા છે અને તે આ દિશામાં કેવી રીતે આગળ વધે છે તેની વાત છે. ટીઝરમાં કાજોલ દમદાર એક્શન દ્રશ્યોમાં જોવા મળે છે. ટીઝરનો અંત કાજોલના "સત્તા માંગવામાં નથી આવતી, તે છીનવી લેવાય છે." જેવા દમદાર સંવાદ સાથે થાય છે જે કાજોલના પાત્રની મજબૂત અને સશક્ત છબી બતાવે છે. જ્યારે પ્રભુ દેવાને એક ચાર્ટર પ્લેનથી ઉતરતા અને તરત જ ગુંડાઓને પછાડતા જોવા મળે છે જે બતાવે છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. 


કાજોલ અને પ્રભુ દેવા છેલ્લે ૨૭ વર્ષ પહેલા 'મિનસારા કનવુ' નામની તમિલ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતા, જે એક મોટી હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ, આ બંને કલાકારોએ પોતાના કારકિર્દીમાં અનેક ઊંચાઈઓ સર કરી છે અને હવે દર્શકો બંનેને સાથે જોવા માટે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, તેઓને આશા છે કે આ ફિલ્મ તેમને એક નવો સિનેમેટિક અનુભવ કરાવશે.

?ref_src=twsrc%5Etfw">May 28, 2024

આ ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ હાલમાં પૂર્ણ થઈ ચૂક્યું છે પણ ફિલ્મની વિગતો હજી ગુપ્ત રાખવામાં આવી છે જેથી દર્શકોની ઉત્સુકતા બની રહે, ફિલ્મના નિર્માતાઓ માને છે કે સ્ટાર કાસ્ટ અને  ટોચની ટેકનિકલ ટીમ આ એક્શન સ્પેક્ટેકલ્સ એક સફળ એક્શન ફિલ્મ બનાવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.