હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ, વિશેષ વાંચન, રંગોના તરંગો

કલાતીર્થની કલાગંગોત્રીનું ગ્રંથ કાર્ય "કુમાર -એક સદીની કલા યાત્રા" ગુજરાતના કલાજગત માટે અન-સાઇક્લોપીડિયા સાબિત થશે. શિલ્પ- સ્થાપત્યસંપદાનો બીજો ભાગ 'કુમાર'માં પ્રકાશિત

Posted 2 years ago with 61 views

Story by Team Samachar Sathe | 9 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં કલાલક્ષી, રસાનંદમય વાતાવરણનુ નિર્માણ થઈ રહ્યું છે. લોકોમાં જિજ્ઞાસા છે, કુતુહલ છે, તાલાવેલી છે કે 'કલાતીર્થ' દ્વારા અમે પછીના ગંગોત્રીગ્રંથો કયા હોઈ શકે..?

કલાતીર્થની કલાગંગોત્રીનું ગ્રંથ કાર્ય
1/1

 'કલાતીર્થ'નો આશય છે કલાવારસાના વૈભવના ગ્રંથપ્રાગટ્ય થકી સાંસ્કૃતિક ચેતનાનું સન્માન સંવર્ધન, સંસ્કરણ કરવાનો. રસાનંદમયી કલાને આપણે સાંસ્કૃતિક, સામાજિક, ચેતનાના વિલાસ તરીકે જોવી જોઈએ. એ અનેક પ્રતિભાશાળી અને તેજસ્વી આત્માઓએ માનવતાને અર્પણ કરેલ ઉત્તમ સર્જનશીલતા છે. એને ન ભૂલવી જોઈએ, ન તો એની અવગણના થવી જોઈએ.. દેશકાળ એવા છે કે માણસ નિરાંતે કલા અને સંસ્કૃતિ વિશે વિચારશીલ બની શકે તેમ નથી.

ભૌતિકતાની ભરમાર અને વસ્તુ સંગ્રહની લોલુપતાનો આ કાળ છે... ગામડાઓ સુધી સ્ટ્રેસ, ડિપ્રેશન, મેન્ટલ ડીસઓર્ડર જેવા સૂક્ષ્મ પરંતુ ઘાતક રોગો પહોંચી ગયા છે.. માણસ એક પ્રકારની તાણમાં, અદ્રશ્ય ઓથારમાં જીવવા લાગ્યો છે. ઉપરથી સોશિયલ મીડિયાનો ભયંકર પ્રભાવ છે. આ બધાંને કારણે માણસના જીવનમાંથી આનંદ, શાંતિ, રસ, સૌંદર્ય જેવા શબ્દો અળગા થતાં થાય છે.. આવી સાર્વત્રિક વિધાતક માનવીય સ્થિતિમાં કેવળ કલાજ માણસને આધાર આપી શકે તેમ છે. એટલે જ 'કલાતીર્થ' ઉત્તમ કલાસામગ્રી સર્વ સુજ્ઞરસિક ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.. આજ સુધીના જે પણ ગ્રંથો પ્રકાશિત કર્યા છે તેનો આશય ગુજરાતમાં કલાભાવના દ્રઢ થાય અને માનવીય મૂલ્યોનુ સુંદરતમ જતન થાય, સંવર્ધન થાય એ જ રહ્યો છે.. 

આનંદ એ વાતનો છે કે ધીમેથી પણ મક્કમપણે ગુજરાતમાં કલાલક્ષી, રસાનંદમય વાતાવરણનુ નિર્માણ થઈ રહ્યું છે. લોકોમાં જિજ્ઞાસા છે, કુતુહલ છે, તાલાવેલી છે કે 'કલાતીર્થ' દ્વારા અમે પછીના ગંગોત્રીગ્રંથો કયા હોઈ શકે..? અમને મળતા પ્રતિભાવો, મીડિયામાં લેવાતી નોંધ, વૈયક્તિક રિવ્યુ એ બધું ગુજરાતમાં આવેલી સકારાત્મક ભરતીના એંધાણ છે

કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ જણાવ્યું કે શિલ્પ- સ્થાપત્યસંપદાનો બીજો ભાગ 'કુમાર'માં પ્રકાશિત થયેલા શિલ્પ -સ્થાપત્ય વિષયક લેખોને સમાવિષ્ટ કરે છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે કે 'કુમાર'માં ગુજરાત અને ભારતના ઉત્તમ લેખકો, સંશોધકો દ્વારા શિલ્પ અને સ્થાપત્ય વિષયક લખાણો પ્રકાશિત થયા છે.. એમાં ઉત્તમ સામગ્રીનો અનુવાદ હોય તેમ નોંધનીય પુસ્તકોનો પરિચય પણ હોય. મુખ્ય ભારતીય શિલ્પ સ્થાપત્ય વિશે આ ગ્રંથમાં સામગ્રી આપવામાં આવી છે એમાં વૈશ્વિક પ્રવાહોનો પણ સમાવેશ થાય છે. શિલ્પીઓ, શિલ્પો, શિલ્પખર્ચિત સ્થાપત્યો, નોંધપાત્ર સ્મારકો, શિલ્પના વિવિધદર્શી અંગો ઈત્યાદી વિશેનાલેખો આપણી ધરોહરનો અંત્ય સમૃદ્ધ હિસ્સો છે. શિલ્પ અને સ્થાપત્ય ઉભયને શાસ્ત્રીય રીતે સમજવાનો આ એક અત્યંત સમૃદ્ધ રત્ન ભંડાર છે એમ કહીએ તો કશું ખોટું નથી. કુમારમાં પ્રકાશિત થયેલી શિલ્પ અને સ્થાપત્ય વિષયક સામગ્રી થી નવી પેઢી અજાણ હોય એ સ્વાભાવિક છે. તેમજ એકસાથે જ કલાકીય સામગ્રી સર્વ માટે સુલભ ન હોય એ પણ સમજી શકાય તેવું છે. પરંતુ કોઈ પણ સુજ્ઞરસિક ગુજરાતી માટે 'કુમાર'ની કલાવિષયક સામગ્રી અપ્રાપ્ય તો ન જ રહેવી જોઈએ. એટલે જ એનું સંકલન કરીને સર્વને પાંચ ગ્રંથોમાં 'કુમાર'ની કલા-કસબ વિષયક સામગ્રી સરળ રીતે ઉપલબ્ધ કરાવવી એ નેમમાંથી આ કલાગંગોત્રી ગ્રંથોએ આકાર લીધો છે. ગુજરાત, ભારત કે વિશ્વની કલાકીય સંપદાને આપ સર્વને અર્પણ કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું.

 શિલ્પ અને સ્થાપત્ય વિષયક લેખો સમગ્ર ગુજરાતી સાંસ્કૃતિક ધારામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગુજરાત કોઈ રીતે, કોઈપણ સ્તરે નબળું રહ્યું નથી .તમામ ક્ષેત્રે એનું પ્રદાન ઉત્કૃષ્ટ અને અભિનંદનય રહ્યું છે. કલાકેન્દ્રી સંશોધન, સંપાદન, વિવેચન અને લેખનમાં ગુજરાતીઓનો ફાળો મોટો છે. પોતાનો ધર્મ માનીને, પોતાના જીવનના આશય તરીકે જ સ્વીકારીને અનેક લેખકોએ શિલ્પ સ્થાપત્યના વિવિધ અંગો વિશે પાયાની અને મહત્વની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે. કુમારમાં સમયક્ અને સાદર એનો સ્વીકાર થતો રહ્યો છે. કુમાર જેટલું શિલ્પ- સ્થાપત્યનું બહુગામી વિવેચન, વિવરણ અન્યત્ર ક્યાંય પણ ગુજરાતી ભાષાક્ષેત્રે થયું નથી. એટલેજ, કુમારની શિલ્પ અને સ્થાપત્ય લક્ષી સામગ્રીથી કોઈ અજાણ ન રહે એવા આશયથી જ આ કલાગંગોત્રી ગ્રંથનું આયોજન કર્યું છે. કુમારના દ્રષ્ટીવંત તંત્રીશ્રીઓએ એવી સામગ્રીને ચિત્રો કે રેખાંકનો સાથે પ્રકાશિત કરી હતી. સ્વાભાવિક છે કે આજના જેવી ટેકનોલોજી કે સગવડો એમની પાસે નહોતા છતાં એમણે સિદ્ધ કરેલા પરિણામો આપણને આચાર્યચકિત કરે એટલા આગવા રહ્યા છે..

રમણીક ઝાપડિયાએ વિશ્વાસ સાથે જણાવ્યું આ કલાગંગોત્રી ગ્રંથ થકી શિલ્પ અને સ્થાપત્યના અનેક આયામોથી પરિચિત થવાશે. અહીં માહિતીતો છે જ પરંતુ સૌથી વિશેષ સરાહનીય પાસું હોય તો તે છે સંશોધનાત્મક અભિગમ. વૈશ્વિક, ભારતીય, ગુજરાતી એવી દ્રશ્યકલા વિશે જે તે સંશોધકો કે લેખકોનો જે સર્વગ્રાહી અભિગમ રહ્યો છે તેનાથી ભાવકોને એ સર્વલક્ષી કલાદર્શન થાય છે, રસાનુભૂતિ થાય છે. અહીં કોઈ વિષય નથી, એક લેખક નથી કે એક જ અભિગમ નથી દરેકમાં આપણને નૂતન રીતે લખાયેલા લેખોનો અહેસાસ થાય છે.. ભાવકો માટે આ પ્રકારનું વૈવિધ્ય અનેક સ્તરીય સાહિત્ય આનંદદાયી બની રહેશે. લોકચેતનાની રસિકતા, જિજ્ઞાસા, જ્ઞાનપીપાસાને સંકોરવાનું, સંસ્કારવાનું ખૂબ મહત્વનું કાર્ય 'કુમાર' દ્વારા સાતત્યપૂર્વક થતું રહ્યું છે... એમાં પ્રકાશિત થયેલી સામગ્રી સર્વગામી, બહુઆયામી છે.
 "કુમાર" ગુજરાતી ભાષાનું જ નહીં, સમગ્ર ગુજરાતી ચેતનાનું આભૂષણ છે.

 ખૂબ આનંદ છે કે "કુમાર"ના અર્ક અને આત્માને આપ સર્વ સમક્ષ મૂકી શકાયો છે. આ ગ્રંથના સંપાદનનું મહત્વ અને અગત્યનું કાર્ય ઉત્તમ રીતે કરી આપનાર નિસર્ગ આહીરનો ખાસ રૂણી છું ગુણાનુંરાગી સર્વ જનચેતનાનો પણ આભારી છું.. કેમ કે આપ સર્વની પ્રેરક સહાયથી મારી કલાયાત્રા ગતિશીલ અને ગુણવંતી રહી છે.. આ પવિત્ર કાર્યમાં મારી પડખે ઊભા રહીને મારા કાર્યને પ્રમાણ્યુ છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક શ્રી નિરંજન રાજ્યગુરુ, આનંદ આશ્રમ- ઘોઘાવદર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ- ગુજરાતી વિભાગ ડૉ.અંબાદાન રોહડિયાસાહેબનો હૃદયસ્થ ભાવધરીને સૌનો આભાર માનીને અંતરની લાગણી વ્યક્ત કરું છું.. "કુમાર" એક સદીની કલાયાત્રા: શિલ્પ- સ્થાપત્યસંપદા- ભાગ=2 કલા ગંગોત્રી ગ્રંથ 18 ના નિર્માણમાં ભાવપુષ્પો અર્પણ કરીને સહયોગી બનેલા મારા પરમ આદરણીય જયંતિકાકા તથા કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. સુરતનો હરખના હેતથી આભાર માની ચરણ વંદન કરું છું... 356 સુવર્ણ પુષ્ટે આકાર પામેલો આ કલાગંગોત્રી -ગ્રંથ આપના ચરણોમા અર્પણ કરતા ધન્યતા અનુભવું છું.. આજના આ ગૌરવંતા પવિત્ર દિવસે આપણને સૌને માં શારદા વધુ ઉન્નત, વ્યાપક ,ગહન સેવા કરવાનુ બળ આપે અને કલા વિશ્વ વિચાર બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.