સમાચાર સારાંશ: કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ગુજરાતી ભાષામાં અત્યંત સમૃદ્ધ કાર્ય થઈ શકે તે માટે ઘણા લાંબા સમયથી કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે.
કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા તરફનું પ્રયાણ કરતું કલાતીર્થ ટ્રસ્ટ
ત્રિ- દિવસીય કાર્યશાળામાં ગુજરાતના વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

સમગ્ર ગુજરાતની ખાનગી અને સરકારી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ માંથી સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી કરતા 50 વિદ્યાર્થીઓ જોડાશે
કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ગુજરાતી ભાષામાં અત્યંત સમૃદ્ધ કાર્ય થઈ શકે તે માટે ઘણા લાંબા સમયથી કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. નકકર પરિણામ સ્વરૂપે, ગુજરાતી ભાષામાં વિશેષ મહત્તા ધરાવતી સામગ્રીનું સાતત્ય પૂર્ણ પ્રકાશન થઈ રહ્યું છે અને સર્વ કલારસિક, સુજ્ઞ લોકો સુધી કલાગંગોત્રી ગ્રંથોને નિ:શુલ્ક પહોંચાડવામાં આવી રહ્યા છે.
તેમજ, કલા-કસબક્ષેત્રે અને સંસ્કૃતિ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા સંશોધકો, કલાકારોને છેલ્લા ચાર વર્ષથી અવિરત પણે શ્રીમતી પન્નાબેન હેમાણી પુરસ્કૃત "સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે. કલા- સંસ્કૃતિ સંલગ્ન સંશોધનમાં વધારે ને વધારે લોકો કાર્યરત થાય તેવા હેતુથી યુવા સંશોધકોની નવી ટીમને પ્રોત્સાહિત કરવા છેલ્લા બે વર્ષથી "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ" અમલમાં મૂકવામાં આવ્યો છે જેને લીધે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કલા- સંસ્કૃતિનાં હજી હજારો ક્ષેત્ર છે, જે ગુજરાતી ભાષામાં અવતરિત કરવાના બાકી છે. એ માટે ઉત્તમ સંશોધકો હોય, લેખકો હોય, વિદ્વાનો હોય તે આવશ્યક છે. સાંપ્રતમાં કલા-સંશોધન કરનારા લોકો નહીવત્ છે. એટલે જ કલા- સંસ્કૃતિ ક્ષેત્રે સંશોધન માટે માર્ગદર્શકરૂપ અને સહાયક બને તે પ્રકારની ત્રિ-દિવસીય નિવાસી કાર્ય શિબિર ઘૂમલીના ઐતિહાસિક કલાવારસાની સમીપે અને પ્રાકૃતિક વૈભવ ધરાવતા દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલીના મનોરમ સ્થળે યોજવામાં આવી છે. ગુજરાતી ગીરાને કલા- સંસ્કૃતિના લેખન અને પ્રકાશન થકી ઉચ્ચતમ અવસ્થાએ સ્થાપિત કરવાના શુભ સંકલ્પથી સર્વ સુજ્ઞજન કલા- સંસ્કૃતિ સંશોધન સજ્જતા ત્રિ- દિવસીય કાર્યશિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી સરકારી અને ખાનગી રહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ માંથી સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી. કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ કાર્ય શિબિરમાં કલા- સંસ્કૃતિ સંલગ્ન સંશોધનનું કાર્યને પ્રોત્સાહિત કરવાનું મહત્વ કામ છે. કાર્ય શિબિરમાં વિષયો અને તજજ્ઞ આ પ્રમાણેના રાખવામાં આવ્યા છે.
(1) કલા- સંસ્કૃતિક્ષેત્રે સંશોધન- અવકાશ અને આવશ્યકતા... વસંત ગઢવી (IAS) પૂર્વસનદીઅધિકારી (2)ભારતીય કલા અને સંસ્કૃતિના અનેકવિધ આયામો- કનુ પટેલ( સુપ્રસિદ્ધ ચિત્રકાર અને કલા વિવેચક) (3) સંશોધન રીતિ અને કાર્યપદ્ધતિ- ડૉ. નરેશ શુક્લા( અધ્યાપક, ચિત્રકાર અને વિવેચક) (4) કલાસંશોધનની ભાષા અને પરિભાષા- નિસર્ગ આહીર (લેખક, સંશોધક અને કલાવિવેચક) (5) કલા- સંસ્કૃતિ વિષયક સામગ્રીની ઉપલબ્ધિ અને વિનિયોગ- ડૉ. અજય રાવલ (અધ્યાપક, લેખક અને કલાવિવેચક) (6) સંશોધન સંલગ્ન વિવિધ પરિણામો- ડૉ. જીતેન્દ્ર મેકવાન( અધ્યાપક અને લેખક) (7) સર્જન, ભાવન વિવેચન- રામ મોરી(લેખક, પટ કથા અને સંશોધક)(8) ભાષા શુદ્ધિ અને લેખન કૌશલ - ડૉ. નિયતિ અંતાણી (અધ્યાપક અને લેખક)(9) સંશોધનનું સ્વરૂપ અને સીમા- ડૉ. વર્ષા પ્રજાપતિ( અધ્યાપક અને લેખક)(10) કલા અને સંસ્કૃતિનું સંશોધનલક્ષી મહત્વ- નૈષધ પુરાણી (ડાયરેક્ટર જલસો અને કલાવિવેચક) દ્વારા પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે તારીખ 4- 7- 2026 મંગળવારથી તારીખ 7- 7- 2026 મંગળવાર સુધી આ યોજાનાર કાર્યશિબિર નું ઉદઘાટન ઇતિહાસ અને પુરાતત્વવિદ શ્રીનરોતમ પલાણ સાહેબ કરશે.. આ સમારંભના અધ્યક્ષસ્થાને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાનપદે ભીમજીભાઇ કરમુર મે. ટ્રસ્ટી, તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલી ખાસ ઉપસ્થિત રહેશે.
જ્યારે સમાપન સમારો સમારોહના મુખ્ય અતિથિ તરીકે લીલાધર પાસૂ ફૉરવર્ડ્સ પ્રા. લિ. મુંબઈના ડાયરેક્ટર દેવેન્દ્રભાઈ શાહ સાથે આ કાર્યશાળા દરમિયાન કલાતીર્થ ટ્રસ્ટના પરામર્શકશ્રી રાજેન્દ્ર સરવૈયા સાહેબ અને સુરેશભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહેશે સમગ્ર પ્રકલ્પનું સંયોજન લેખક સંશોધક અને કલાવિવેચક નિસર્ગ આહીર કરી રહ્યા છે. જ્યારે સંકલન ડૉ. ખુશાલભાઈ શીલુ, કચ્છમિત્રના પૂર્વતંત્રી અને ઇતિહાસવિદ નરેશ અંતાણી, મુંબઈ સમાચારના ડિજિટલ પોર્ટલના જીગર પંડ્યા, વિમલા ઠક્કર અને સ્નેહલ ત્રિવેદી કરી રહ્યા છે. આ આ કાર્યશાળાની સફળતા માટે ઘૂમલી વિશ્વ વિદ્યાલયની સમગ્ર ટીમ ભારે મહેનત ઉઠાવી રહી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



