હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

દર્શકોને લાંબા સમયની રાહ પછી 'કલ્કિ 2898 AD' ફિલ્મનું ટ્રેલર આખરે રીલીઝ થઈ ગયું છે અને તેણે દર્શકોની ફિલ્મ માટેની આતુરતા અનેક ગણી વધારી દીધી છે

Posted 2 years ago with 7 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: આ ફિલ્મ હિન્દુ દેવતા વિષ્ણુના દસમા અને અંતિમ અવતાર કલ્કિના રહસ્યમય પાત્ર આસપાસ ફરે છે, ફિલ્મની કથા ભારતીય મિથકો અને ડિસ્ટોપિયન સમાજની પૃષ્ઠભૂમિ પર સેટ છે, જે મહાભારતની ઘટનાઓથી લઈને 2898 AD સુધીની યાત્રા દર્શાવે છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ....

દર્શકોને લાંબા સમયની રાહ પછી 'કલ્કિ 2898 AD' ફિલ્મનું ટ્રેલર આખરે રીલીઝ થઈ ગયું છે અને તેણે દર્શકોની ફિલ્મ માટેની આતુરતા અનેક ગણી વધારી દીધી છે
1/1

દર્શકોને લાંબા સમયની રાહ પછી 'કલ્કિ 2898 AD' ફિલ્મનું ટ્રેલર આખરે રીલીઝ થઈ ગયું છે અને તેણે દર્શકોની ફિલ્મ માટેની આતુરતા અનેક ગણી વધારી દીધી છે.

દર્શકોને લાંબા સમયની રાહ પછી 'કલ્કિ 2898 AD' ફિલ્મનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે જે દર્શાવે છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાને સાઈ-ફાઈ/વિજ્ઞાન કથાઓની દુનિયામાં એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે. નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત અને વ્યજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ એક શક્તિશાળી ભૂમિકામાં દેખાય છે. આ ફિલ્મમાં કમલ હસન અને દિશા પટાણી જેવા કલાકારો પણ છે.

આ ફિલ્મ હિન્દુ દેવતા વિષ્ણુના દસમા અને અંતિમ અવતાર કલ્કિના રહસ્યમય પાત્ર આસપાસ ફરે છે, ફિલ્મની કથા ભારતીય મિથકો અને ડિસ્ટોપિયન સમાજની પૃષ્ઠભૂમિ પર સેટ છે, જે મહાભારતની ઘટનાઓથી લઈને 2898 AD સુધીની યાત્રા દર્શાવે છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે પ્રભાસ ભૈરવા નામના સ્વાર્થી શિકારીના પાત્રમાં છે, તેની પાસે બુજ્જી નામનું એક AI-પાવર્ડ વાહન છે. ફિલ્મના મુખ્ય ખલનાયક દ્વારા ભૈરવાને એક મહિલાને પકડવાનું કામ સોંપાય છે, જે દીપિકા પાદુકોણ દ્વારા અભિનિત છે અને તે આ અજન્મા મસીહાની માતા છે. અમર અશ્વત્થામા, જેનો અભિનય  અમિતાભ બચ્ચને કર્યો છે, જે ભૈરવા યુદ્ધ કળામાં તાલીમ આપે છે અને તેની મદદથી ભૈરવા પોતાની અસ્થિતવનું મહત્વ શોધી કાઢે છે અને અંતે પોતાનાથી વિશેષ કોઈની માટે લડવાનું પણ શીખે છે.


આ ફિલ્મનું નિર્માણ બજેટ ₹600 કરોડ (US$72 મિલિયન) છે, જે 'કલ્કિ 2898 AD'ને ભારતીય ફિલ્મોમાં સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. ફિલ્મમાં સંગીત સંતોષ નારાયણનનું છે જ્યારે છાયાંકન જ્યોર્જ સ્ટોજિલ્જ્કોવિક દ્વારા અને સંપાદન કોટગિરિ વેંકટેશ્વર રાવ દ્વારા કરાયું છે તો ફિલ્મનું પ્રોડક્શન ડિઝાઇન નિતિન ઝિહાની ચૌધરીએ કર્યું છે. 

આ ફિલ્મની પ્રથમ જાહેરાત ફેબ્રુઆરી 2020માં થઈ હતી. કોવિડ-19 મહામારીને કારણે ફિલ્મ એક વર્ષની મોડી થઈ હતી, અને જુલાઈ 2021માં રામોજી ફિલ્મ સીટી, હૈદરાબાદ ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું અને અનેક તબ્બકાઓ પછી માર્ચ 2024માં પૂર્ણ થયું છે. ફિલ્મ વિશ્વભરમાં 27 જૂન 2024ના રોજ રિલીઝ થવાની છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.