હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સિનેમા-TV અને OTT

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી

Posted 1 year ago with 58 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: 'ભૂલ ભુલૈયા 3' કાર્તિક આર્યનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે અને હવે બોક્સ ઓફિસ પર રાજ કરવાનો વારો કાર્તિક આર્યનનો છે.

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી
1/1

કાર્તિક આર્યનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની 'ભૂલ ભૂલૈયા 3'

આ વર્ષે રિલીઝ થયેલી શાનદાર હોરર કોમેડી ફિલ્મોની યાદીમાં હવે એક ઓર નામ ઉમેરાઇ ગયું છે. કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ હોરર કોમેડી ફિલ્મ દર્શકોનું ઘણું મનોરંજન કરી રહી છે. 'મુંજ્યા' અને 'સ્ત્રી 2' જેવી ફિલ્મો બાદ હવે 'ભૂલ ભૂલૈયા 3'એ પણ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે. 'ભૂલ ભુલૈયા 3' કાર્તિક આર્યનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે અને હવે બોક્સ ઓફિસ પર રાજ કરવાનો વારો કાર્તિક આર્યનનો છે. 

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી

દિવાળી પર રિલીઝ થયેલી 'ભૂલ ભુલૈયા 3'એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ સારું હતું. આ ફિલ્મમાં વિદ્યા બાલન ફરી એકવાર મંજુલિકાના રોલમાં જોવા મળી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પહેલી 'ભૂલ ભુલૈયા'માં મંજુલિકાનું પાત્ર ભજવનાર વિદ્યા બાલન બીજી સિરીઝમાં જોવા મળી ન હતી. હવે તે આ ત્રીજી ફિલ્મમાં ફરી એકવાર લોકોના દિલ પર રાજ કરી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લગભગ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કોલકાતામાં થયું છે. 'સિંઘમ અગેઇન' સાથે બોક્સ ઓફિસ ટક્કર હોવા છતાં પણ ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. કમાણીની વાત કરીએ તો પહેલે દિવસે આ ફિલ્મે 35.50 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી છે. આ કલેક્શન 'ભૂલ ભુલૈયા'ની અગાઉની બે ફિલ્મો કરતાં ઘણું વધારે છે. બીજા દિવસે કલેક્શન રૂ. 32.98 કરોડ હતું, જે વધુ વધવાની ધારણા છે. આ પ્રમાણે ફિલ્મનું કુલ કલેક્શન 68.48 કરોડ થયું છે. વીકએન્ડનો હજુ એક દિવસ બાકી છે. આ હિસાબે આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરી લેશે એમ માનવામાં આવે છે. 

ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઇઝીનો પહેલો ભાગ વર્ષ 2007માં રિલીઝ થયો હતો. પહેલા ભાગમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ભુલ ભુલૈયા 2ના બીજા ભાગમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. હવે તેના ત્રીજા ભાગમાં રૂહ બાબા તરીકે કાર્તિક દર્શકોનું મનોરંજન કરવામાં સફળ થયો છે. માધુરી દીક્ષિત ગેસ્ટ રોલમાં છે, પરંતુ પહેલીવાર ફિલ્મમાં તેના ગ્રે શેડ્સ જોવા મળી રહ્યા છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે. 

જો આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં આમ જ સતત બમ્પર કમાણી કરશે, તો તે એક હિટ ફિલ્મ સાબિત થઈ શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.