હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી ટ્રાફિક વ્યવસ્થા જાહેર

Posted 5 months ago with 73 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રેલવેની નવી બિલ્ડિંગમાં મુસાફરોની સુવિધા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનરલ ટિકિટ (UTS), પ્રથમ માળે રિઝર્વેશન ટિકિટ (PRS) અને બીજા માળે આધુનિક વેઈટિંગ રૂમની સુવિધા આપવામાં આવી છે

સાબરમતી રેલવે સ્ટેશન  ખાતે ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી ટ્રાફિક વ્યવસ્થા જાહેર
1/1

સાબરમતી સ્ટેશન જતાં પહેલા વાંચી લો! એન્ટ્રી-એક્ઝિટના માર્ગો બદલાયા, જાણો નવી વ્યવસ્થા

અમદાવાદ: સાબરમતી રેલવે સ્ટેશન (ધર્મનગર સાઈડ) ખાતે ચાલી રહેલા પુનઃવિકાસ (Redevelopment) કાર્યને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. તારીખ 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર આવવા-જવા માટેના પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ, વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) પાસેની ગ્રીન લાઈનથી થશે, જ્યાંથી મુસાફરો નવી બિલ્ડિંગના બીજા માળેથી પ્લેટફોર્મ સુધી જઈ શકશે.

સાબરમતી રેલવે સ્ટેશન  ખાતે ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી ટ્રાફિક વ્યવસ્થા જાહેર

નિકાસ એટલે કે એક્ઝિટ માટે ફૂટ ઓવર બ્રિજ મહેસાણા સાઈડ પાસેની પર્પલ લાઈન નક્કી કરવામાં આવી છે. મુસાફરોને લેવા આવતા વાહનો માટે અહીં જ ખાસ 'પિક-અપ ઝોન' બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક્ઝિટ ગેટ પાસે બે અલગ-અલગ જગ્યાએ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે. સ્ટેશનના નવીનીકરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યા છે.

રેલવેની નવી બિલ્ડિંગમાં મુસાફરોની સુવિધા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનરલ ટિકિટ (UTS), પ્રથમ માળે રિઝર્વેશન ટિકિટ (PRS) અને બીજા માળે આધુનિક વેઈટિંગ રૂમની સુવિધા આપવામાં આવી છે. રેલવે વહીવટીતંત્રે તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્ટેશન પર લગાવેલા નવા સંકેતો અને રેલવેકર્મીઓના સૂચનોનું પાલન કરે, જેથી બાંધકામ દરમિયાન કોઈ અસુવિધા ન સર્જાય.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.