હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક

કેજરીવાલની ત્રણ રાત તિહાર જેલમાં નહીં પણ સીબીઆઈ ઓફિસમાં વીતશે રાઉઝ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા

Posted 2 years ago with 38 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અરવિંદ કેજરીવાલની સીબીઆઇએ લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી

કેજરીવાલની ત્રણ રાત તિહાર જેલમાં નહીં પણ સીબીઆઈ ઓફિસમાં વીતશે રાઉઝ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા
1/1

કેજરીવાલની ત્રણ રાત તિહાર જેલમાં નહીં પણ સીબીઆઈ ઓફિસમાં વીતશે રાઉઝ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા  

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઇએ લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી લીધી છે. સીબીઆઇએ તેમની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ રાઉઝ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા છે. આમ હવે કેજરીવાલની ત્રણ રાત તિહાર જેલમાં નહીં પણ સીબીઆઈ ઓફિસમાં વીતશે. 

કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે ‘મીડિયામાં સીબીઆઇના સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષનો ટોપલો મનીષ સિસોદિયા પર ઢોળી દીધો છે, મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી કે સિસોદિયા દોષી છે કે કોઈ બીજું દોષી છે. મેં કહ્યું છે કે સિસોદિયા નિર્દોષ છે, આમ આદમી પાર્ટી નિર્દોષ છે, હું નિર્દોષ છું. સીબીઆઈનું સમગ્ર પ્લાનિંગ મીડિયા સમક્ષ અમને બદનામ કરવાનું છે. પ્લીઝ રેકોર્ડ કરો અને આ બધી વાતો સીબીઆઇ સૂત્રોના માધ્યમથી મીડિયામાં ચલાવવામાં આવે છે.’કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે ‘સીબીઆઇ આ મુદ્દાને સનસનીખેજ બનાવી રહી છે, આ વાતની સ્પષ્ટતા કરવામાં આવે.

 સીબીઆઈનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત આ મામલાને સનસનીખેજ બનાવવાનો છે.’ કોર્ટમાં સીબીઆઇના વકીલે કહ્યું હતું કે ‘અમે તથ્યોના આધાર પર ચર્ચા કરી હતી અને કોઇપણ એજન્સીના સૂત્રોએ કંઇ પણ કહ્યું ન હતું. કેજરીવાલની કસ્ટડીની માંગ કરતી અરજીમાં સીબીઆઇએ કોર્ટને કહ્યું કે સમગ્ર મામલામાં મોટા કાવતરાને શોધી કાઢવા માટે તેમની સાથે પૂછપરછ કરવી જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને કેસમાં આરોપી અન્ય લોકો સમક્ષ રજૂ કરવાના છે.’ સીબીઆઇએ કહ્યું કે ‘પૂછપરછ માટે અમારે કેજરીવાલની કસ્ટડીની જરૂર છે. તે એ પણ ઓળખી શકતા નથી કે (સહ-આરોપી) વિજય નાયર તેમને આધીન કામ કરી રહ્યા હતા. 

તેમનું કહેવું છે કે વિજય નાયર આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજના આધીન કામ કરતા હતા. તે બધો દોષ મનીષ સિસોદિયા (જે આ કેસમાં પણ આરોપી છે) પર નાખી રહ્યા છે. તેમનો આમનો-સામનો કરાવવો જોઇએ. તેમણે દસ્તાવેજ બતાવવાની જરૂર છે.’ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.