હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાઈ સર્જાઈ 47 લોકોએ જીવ ગુમાવ્યા રેસ્ક્યુ ઓપરેશન માટે આર્મી અને નેવી જોડાઈ

Posted 1 year ago with 37 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાઈ સર્જાઈ

કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાઈ સર્જાઈ 47 લોકોએ જીવ ગુમાવ્યા રેસ્ક્યુ ઓપરેશન માટે  આર્મી અને નેવી જોડાઈ
1/1

કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાઈ સર્જાઈ 47 લોકોએ જીવ ગુમાવ્યા

કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. ભારે વરસાદ બાદ ત્રણ ભૂસ્ખલનની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સામેલ છે.જ્યારે 70 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મી અને નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે. 

આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે.કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાઈ સર્જાઈ છે. મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. 

રેસ્ક્યુ ઓપરેશન માટે સ્થાનિક તંત્રની સાથે આર્મી અને નેવી પણ જોડાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છેકેરળના મુખ્ય સચિવ વી વેણુએ જણાવ્યું કે લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. આજે રાજ્યના મંત્રી દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વળતરની પણ જાહેરાત કરી છે. 

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છેકે 'વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.' વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર વળતરની પણ જાહેરાત પણ કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, 'વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.