હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકયો, અનેક રસ્તાઓ બંધ હરણાવ નદીમાં પાણીની આવક નોંધાઈ

Posted 11 months ago with 101 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકયો, અનેક રસ્તાઓ બંધ હરણાવ નદીમાં પાણીની આવક નોંધાઈ
1/1

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકયો, અનેક રસ્તાઓ બંધ હરણાવ નદીમાં પાણીની આવક નોંધાઈ

ખેડબ્રહ્મા, સાબરકાંઠાઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. સાબરકાંઠા (Sabarkantha Rain Update) જિલ્લામાં ખેડબ્રહ્મા (Khedbrahma)માં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. ખેડબ્રહ્માની હરણાવ નદી (Harnav River)માં પાણીની આવક નોંધાઈ છે અને પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી પણ નદીમાં પાણીની આવક નોંધાઈ છે, વરસાદ વરસતા ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠા (Banaskantha Rain Update)માં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.

સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો

આ સિઝનમાં પ્રથમવાર ખેડવા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, હરણાવ નદી બે કાંઠે વહેતી થતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે. સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, લાલપુર પાસે વૃક્ષ પડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે, ફાયર વિભાગ વૃક્ષને દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે, તો વૃક્ષ દૂર થશે ત્યારબાદ રસ્તો કલિયર થશે અને અવર-જવર શરૂ કરવામાં આવશે.

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો

આજની વાત કરવામાં આવે તો, બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના અને બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 5 ઈંચ, સુરતના કામરેજ તાલુકામાં 1.06 ઈંચ, નવસારીના જલાલપોર તાલુકામાં 1.1 ઈંચ, રાજકોટના જેતપુર તાલુકામાં 1.1 ઈંચ, જુનાગઢના વિસાવદર તાલુકામાં 1.14 ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં 1.37 ઈંચ, નવસારી તાલુકામાં 1.34 ઈંચ અને નવસારીના ગણદેવી તાલુકામાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.