હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ખ્યાતિ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલ કોર્ટમાં રજૂ કરાયો, રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કહ્યું- મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ

Posted 1 year ago with 9 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ત્રણેય આરોપીઓને સાથે બેસાડીને પૂછપરછ કરતાં કાર્તિકની પોલ ખૂલી પડતાં તેણે તમામ વાતો સ્વીકારી હતી.

ખ્યાતિ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલ કોર્ટમાં રજૂ કરાયો, રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કહ્યું- મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ
1/1

ખ્યાતિ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલ કોર્ટમાં રજૂ કરાયો, રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કહ્યું- મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ

ખ્યાતિ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મગરનાં આસું પાડ્યા હતા અને મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ તેમ કહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓનું અલગ અલગ ઈન્ટ્રોગેશન કર્યુ ત્યારે કાર્તિકે રાહુલ અને ચિરાગે આપેલા તમામ નિવેદન નકારી કાઢ્યા હતા. જે બાદ ત્રણેય આરોપીઓને સાથે બેસાડીને પૂછપરછ કરતાં કાર્તિકની પોલ ખૂલી પડતાં તેણે તમામ વાતો સ્વીકારી હતી.

રિમાન્ડ દરમિયાન કાર્તિકની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. કાર્તિક પટેલે 2024માં હૉસ્પિટલના નામે લૉન લઇ બીજે વાપરી હતી. તેમજ બોગસ દર્દી ઊભાં કરી ખોટા બિલ બનાવ્યા હતા. કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા ધરપકડ બાદ હાલ તપાસમાં વેગ આવ્યો છે. કાર્તિક પટેલને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે બોપલ-આંબલી રોડ પરથી ઑફિસમાં તપાસ કરીને 7 ફાઇલ, ચેક તેમજ પાસબુક કબજે કરી હતી. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે બેંક એન્ટ્રીઓ, નાણાકીય વ્યવહારની તપાસ કરાવી હતી. જેમાં આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે 30 લાખના ખોટા બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું.

આ બંનેએ સાથે મળીને ખોટા દર્દીઓ ઉભા કર્યા હતા. તેમજ દવાના ખોટા બિલો બનાવી સરકારમાં રજૂ કર્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા. કાર્તિક પટેલે 2023માં હૉસ્પિટલના નામે રૂ. 22 કરોડની લૉન લીધી હતી. રૂપિયા તેણે અન્ય જગ્યાએ વાપર્યા હતા. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન પીએમજેએવાયમાંથી રૂપિયા કમાવવા સુઆયોજીત કાવતરું ઘડતા હતા. કાર્તિકે આરોગ્ય વિભાગના જનરલ મેનેજર ડો. શૈલેષ આનંદ સાથે મીટિંગ કરીને ચિરાગ રાજપૂતની ઓળખાણ કરાવી હતી.

શું છે મામલો

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પ્રથમ ડૉક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. થોડા દિવસ પહેલા ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.