હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, સામાજીક

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રીને કર્યો ઈ-મેઈલ 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકશાની સર્વે કરવા કરી માંગ

Posted 2 years ago with 36 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર આપવામાં આવે

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રીને કર્યો ઈ-મેઈલ 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકશાની સર્વે કરવા કરી માંગ
1/1

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રીને કર્યો ઈ-મેઈલ 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકશાની સર્વે કરવા કરી માંગ

દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં નુકશાની સર્વે કરવા કરી માંગપત્રમાં "ડબલ એન્જીન સરકાર", "ગુજરાત મોડેલ" પર ઉઠાવ્યા સવાલ

વિશ્વગુરુના ખોટા સપના બતાવવાને બદલે ઘેડ પંથકનો પ્રશ્ન હલ કરવા કરવામાં આવી માંગ

ઘેડ પંથકનાં ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની કરી માંગ

ઘેડ પંથકના 40-45 ગામો સંપર્ક વિહોણા હોવાનો પત્રમાં ઉલ્લેખ

ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર આપવામાં આવે

માલધારીઓને થયેલ પશુઓના નુકશાની સામે તાત્કાલિક વળતર આપવામાં આવે

નાગરિકો, વેપારીઓને થયેલ નુકશાની સામે તાત્કાલિક વળતર આપવામાં આવે

યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી .પાલભાઈ આંબલિયાએ પત્રમાં લખ્યું છેકે 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ વરસી ગયો એવા જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેરાત કરવી અને 

 છેલ્લા 72 કલાકમાં સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં સરેરાશ 101%, પોરબંદર જિલ્લામાં 93% જૂનાગઢ જિલ્લામાં 84% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ નું ખૂબ મોટું નુકસાન થયું છે માલધારી ભાઈઓને પોતાના પશુઓનું જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી જવાના કારણે ઘર વખરી અને ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ છે 

બઝારોમાં કળસમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને પોતાની દુકાનો ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ સામાન પલળી જવાના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે 

પાલભાઈ આંબલિયાએ પત્રમાં જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ પાંચ તાલુકાના 65 થી 70 ગામો કે જે ઘેડ પંથકથી ઓળખાય છે તે પૈકી ઓછામાં ઓછા 40 થી 45 ગામો છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા છે કે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પૈકી 20 થી 25 ગામો હજુ આવનાર 72 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે તો પણ નવાઈ જેવું નથી ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે એકબાજુ આપણે વિશ્વગુરુના સપનાઓ બતાવીએ છીએ, ડબલ એન્જીન સરકારના ગાણા ગાઈએ છીએ, ગુજરાત મોડેલનો પ્રચાર આખા ભારતમાં કરી રહ્યા છીએ ત્યારે 40 - 45 ગામો એક અઠવાડિયા સુધી સંપર્ક વિહોણા રહે, ટાપુમાં ફેરવાઈ ગયેલા રહે અને આપણે ડબલ એન્જીન સરકાર લાચાર બની રહેવા સિવાય કશું જ ન કરી શકીએ તો આ તે સરકારની કેવી નબળાઈ ?? તેવો ધારદાર સવાલ પાલભાઈ આંબલિયાએ કર્યો હતો . 

અને કહ્યું કે તાત્કાલિક સર્વે કરવામાં આવે, થયેલ નુકશાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે ઘેડ વિસ્તારમાં જે કાયમીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરી ચાલુ વર્ષે થયેલી નુકશાની સામે સ્પેશિયલ પેકેજની 72 કલાકમાં જાહેરાત કરવામાં આવે અન્યથા આ વિસ્તારના લોકો, ખેડૂતોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવાની અમારે ફરજ પડશે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.