સમાચાર સારાંશ: શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં આવેલાં 37 બ્રિજ ગટરનાં ટ્રીટ કરેલાં પાણીથી ધોવાયા
જાણો કેટલા અમદાવાદીઓને પાન- મસાલાની 'પિચકારી' 6 લાખમાં પડી
પાનમસાલા ખાઇ રોડ ઉપર થૂંકનારા લોકોએ મ્યુનિ.ને લાખ્ખોનો દંડ ચૂકવવો પડ્યો
5000થી વધુ નાગરિકોને પાન- મસાલાની 'પિચકારી' 6 લાખમાં પડી
• શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં આવેલાં 37 બ્રિજ ગટરનાં ટ્રીટ કરેલાં પાણીથી ધોવાયા
શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ પહેલાં મ્યુનિ. સત્તાધીશોએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી દીધો છે અને તેમાંય ખાસ કરીને રોડ ઉપર પાનમસાલા ખાઈને થૂંકનારા પાંચ હજારથી વધુ નાગરિકોને મ્યુનિ.ને સવા લાખ રૂપિયા દંડ પેટે ચૂકવવાનો વારો આવ્યો છે.
મ્યુનિ. સોલીડ વેસ્ટ ખાતાનાં ઇન્ચાર્જ ડાયરેક્ટર વિજય મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને શહેરમાં સ્વચ્છતા તથા સુંદરતા ટકાવી રાખવા મ્યુનિ. દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને તમામ ટ્રાફિક જંકશન અને બીઆરટીએસ કોરિડોરની ગ્રીલ, ડિવાઈડર વગેરેને લાખો રૂપિયાના ખર્ચે સાફ કરી રંગરોગાન કરાવવામાં આવે છે. પરંતુ કેટલાય નાગરિકો પાનમસાલા ખાઈને જાહેર રોડ ઉપર, ગ્રીલ અને ડિવાઇડર વગેરે જગ્યાએ થૂંકીને મ્યુનિ. ની મહેનત ઉપર પાણી ફેરવતાં હોય છે.
તેમણે કહ્યું કે, બીજી ફેબ્રુઆરીથી ચોથી એપ્રિલ સુધીમાં સાત ઝોનમાં જાહેરમાં જ્યાં ત્યાં પાનમસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવવા બદલ ૫૮૬૦ નાગરિકો પાસેથી ૬,૨૧,૫૬૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો છે. તદઉપરાંત પાંચમી ફેબ્રુઆરીનાં રોજ પણ શહેરભરમાંથી ૮૬ લોકો પાસેથી ૧૦૧૫૦ રૂપિયા દંડ વસુલ કરાયો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



