સમાચાર સારાંશ: અમદાવાદમાં ક્રિકેટનો ફિવર હવે માત્ર સ્ટેડિયમ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે શાળાઓના મેદાનમાં પણ આઈપીએલ જેવો રોમાંચ જોવા મળી રહ્યો છે! વાત છે અમદાવાદની જાણીતી શ્રીમતી કે.એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલની, જ્યાં તાજેતરમાં ‘KNPIS પ્રીમિયર લીગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું."
અમદાવાદની જાણીતી શ્રીમતી કે.એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં KNPIS પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરાયું
અમદાવાદમાં ક્રિકેટનો ફિવર હવે માત્ર સ્ટેડિયમ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે શાળાઓના મેદાનમાં પણ આઈપીએલ જેવો રોમાંચ જોવા મળી રહ્યો છે! વાત છે અમદાવાદની જાણીતી શ્રીમતી કે.એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલની, જ્યાં તાજેતરમાં ‘KNPIS પ્રીમિયર લીગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું."

૨૧ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ચાર દિવસીય ટૂર્નામેન્ટ માત્ર રમત નહોતી, પણ વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક ક્રિકેટ જગતનો અનુભવ મેળવવાની એક સુવર્ણ તક હતી. આ લીગની સૌથી મોટી ખાસિયત હતી - વિદ્યાર્થીઓની હરાજી! આઈપીએલની જેમ જ અહીં વિદ્યાર્થીઓનું ઓક્શન કરવામાં આવ્યું અને તેમને ચાર ટીમોમાં વહેંચવામાં આવ્યા: ૧. ચેમ્પિયન ચાર્જર્સ ૨. સુપ્રીમ સ્ટ્રાઈકર્સ ૩. વિકેટ વોરિયર્સ ૪. અને સ્ટમ્પ સ્મેશર્સ."
મેદાન પર ભારે રસાકસી બાદ, સુપ્રીમ સ્ટ્રાઈકર્સની ટીમે મેદાન મારી લીધું અને ચેમ્પિયન બની. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સચિવ અનિલ પટેલ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે શાળાના ટ્રસ્ટી બિપિન પટેલ અને પ્રિન્સિપાલ ડૉ. પાયલ સિદ્ધપુરાએ કોચ અને શિક્ષકોના અવિરત પ્રયત્નોને બિરદાવ્યા હતા."
KNPIS પ્રીમિયર લીગ માત્ર રમતગમત જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક યાદગાર સંભારણું બની રહી.
KNPIS Premier League organized grandly at Ahmedabad's famous Mrs. K.N. Patel International School
The cricket fever in Ahmedabad is no longer limited to the stadium, but now IPL-like excitement is being seen in the school grounds too! We are talking about Ahmedabad's famous Mrs. K.N. Patel International School, where the 'KNPIS Premier League' was recently organized grandly."
This four-day tournament held from January 21 to 24 was not just a game, but a golden opportunity for students to get experience in the professional cricket world. The biggest feature of this league was - the student auction! Just like in the IPL, the students were auctioned here and they were divided into four teams: 1. Champion Chargers 2. Supreme Strikers 3. Wicket Warriors 4. and Stump Smashers."
After a lot of excitement on the field, the Supreme Strikers team took the field and became the champions. The winning team was felicitated by Gujarat Cricket Association Secretary Anil Patel with trophies and certificates. On this occasion, school trustee Bipin Patel and principal Dr. Payal Siddhpura lauded the tireless efforts of the coaches and teachers. "KNPIS Premier League remained a memorable souvenir not only for sports but also for the all-round development of the students.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



