હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો

Posted 2 years ago with 29 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાજપ તરફી ક્ષત્રિય નેતા, ધારાસભ્યોએ ઘરમાં છુપાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે.જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા જેવા ઘણાં નેતાઓને ભાજપે ક્ષત્રિયોને સમજાવવાની જવાબદારી સોંપી હતી પણ આ બધાય નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા હતાં.

ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની  એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો
1/4
ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની  એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો
2/4
ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની  એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો
3/4
ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની  એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો
4/4

KSHATRIY SAMAJ  લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચારને વધુ જોશીલો બનાવવા તૈયારીઓ આદરી છે. બે દિવસ પહેલા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કુલ મળીને 40 સ્ટાર પ્રચારોની યાદી જાહેર કરી હતી. ક્ષત્રિયોના વિરોધવંટોળ વચ્ચે ફરી ભાજપે પરષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવી દેતાં પણ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જોતાં આ વિવાદ વધુ ઘેરો બને તેવી સંભાવના છે. ક્ષત્રિયોમાં હવે ઠેર ઠેર ભાજપના આ નિર્ણયને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે. 

ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની  એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, નિતિન ગડકરી, હેમંત બિસ્વા, મનોજ તિવારી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો સમાવેશ કરાયો છે. ક્ષત્રિયો અંગેની ટિપ્પણીને લઈને પહેલાથી રૂપાલા સામે રોષ યથાવત્ છે અને હવે ભાજપે સ્ટાર પ્રચારકની યાદીમાં રુપાલાને સ્થાન આપી ક્ષત્રિયોના ઘા પર મીઠું ભભરાવાનું કામ કર્યું હોય તેવું લાગે છે જેના લીધે વિરોધ વંટોળ વધતો જઈ રહ્યો છે. ગઇકાલે જ રાજકોટમાં મોટાપાયે મહાસંમેલનમાં ભાજપ સામે ચેતવણી ઉચ્ચારી દેવામાં આવી હતી કે જો આગામી 19 એપ્રિલ સુધી રુપાલાની ટિકિટ રદ નહીં કરાય તો દેશભરમાં ક્ષત્રિયોનું આંદોલન વકરશે. જે ભાજપને ભારે પડી શકે છે. 

 KSHATRIY SAMAJ     રૂપાલા ટિપ્પણી વિવાદ વકરતાં ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે. આ બધાય નેતાઓ નું ઘરના, ન ઘાટના રહ્યા છે. એટલુ જ પરિસ્થિતી એવી સર્જાઈ કારર્કિદી રોળાઈ શકે છે. 

કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ટિપ્પણી કરતાં હાલ ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો છે. ક્ષત્રિયો કોઈપણ ભોગે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. તેમની એક જ માંગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો, રાજકોટમાં ક્ષત્રિયોએ સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યુ છે.

આ તરફ, ભાજપ તરફી ક્ષત્રિય નેતા, ધારાસભ્યોએ ઘરમાં છુપાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે.જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા જેવા ઘણાં નેતાઓને ભાજપે ક્ષત્રિયોને સમજાવવાની જવાબદારી સોંપી હતી પણ આ બધાય નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા હતાં.

ભાજપના ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે  કેમકે, એક તરફ, સમાજ છે તો બીજી તરફ, પક્ષ છે. ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી જયારે પક્ષે આદેશ કર્યો છેકે, ક્ષત્રિયોને મનાવો. આ પરિસ્થિતી વચ્ચે ક્ષત્રિય નેતાઓની સૂડી વચ્ચે સોપારી જેવી દશા થઈ છે. એટલુ જ નહીં, ક્ષત્રિય સમાજ પર પ્રભુત્વ છે એ વાત નો પરપોટો ફુટ્યો છે. આ જોતાં રૂપાલા વિવાદ કેટલાંક ક્ષત્રિય નેતાઓની રાજકીય કારર્કિદી રોળશે તે વાત નક્કી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન