હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થ દ્વારા પ્રકાશિત કુમાર એક સદીની કલાયાત્રા ચિત્રકલાસંપદા, ભાગ : 2 કલાસાધકોને અર્પણ કલાગંગોત્રીનું ચોથુ પુષ્પ કલાસાધકોને અર્પણ

Posted 1 year ago with 63 views

Story by Team Samachar Sathe | 9 mins read

સમાચાર સારાંશ: ચિત્રકલા સર્વ કલાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. મંગલમય અને સૌંદર્યધન ચિત્ર આલોક અને પરલોકમાં સુખ આપે છે

કલાતીર્થ દ્વારા પ્રકાશિત કુમાર એક સદીની કલાયાત્રા ચિત્રકલાસંપદા, ભાગ : 2 કલાસાધકોને અર્પણ  કલાગંગોત્રીનું ચોથુ પુષ્પ કલાસાધકોને અર્પણ
1/1

"કલાતીર્થ" દ્વારા પ્રકાશિત "કુમાર:"એક સદીની કલાયાત્રા" ચિત્રકલાસંપદા, ભાગ : 2 કલાસાધકોને અર્પણ 

કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત"કુમાર"ના શતાબ્દીવર્ષની ઉજવણી પ્રસંગે "કલાતીર્થ" દ્વારા પ્રકાશિત "પંચામૃત" કલાગંગોત્રીનું ચોથુ પુષ્પ કલાસાધકોને અર્પણ 

કલાતીર્થ દ્વારા પ્રકાશિત કુમાર એક સદીની કલાયાત્રા ચિત્રકલાસંપદા, ભાગ : 2 કલાસાધકોને અર્પણ  કલાગંગોત્રીનું ચોથુ પુષ્પ કલાસાધકોને અર્પણ

●● પ્રકાશક : કલાતીર્થ ટ્રસ્ટ ●● કલાગંગોત્રી- ગ્રંથ : 20                    

●● કુમાર:"એક સદીની કલાયાત્રા" ચિત્રકલાસંપદા, ભાગ : 2                    

●● સંપાદક : નિસર્ગ આહીર 

ચિત્રકલા સર્વ કલાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. મંગલમય અને સૌંદર્યધન ચિત્ર આલોક અને પરલોકમાં સુખ આપે છે એમ શાસ્ત્રો કહે છે. જે ઘરમાં એની સારી રીતે પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં મંગલને શુભત્વનો વાસ હોય છે એવી પરંપરિત માન્યતા રહી છે. એટલે જ, કોઈપણ ઘર, મંદિર, જાહેર સ્થળ ચિત્રકલાવિહીન, કલાવિહીન નહોતું, અત્યારે સંજોગો બદલાયા છે એ સ્વીકારવું જ રહ્યું. અન્યથા અરણ્યપ્રદેશ, ગ્રામપ્રદેશ, નગર - એ બધાં ક્ષેત્રોમાં કલાસાધના હતી. આ કલા એટલે લોકોએ ઉપજાવેલી કલા. વિશેષ સ્થળે કલાના શાસ્ત્રીય ઉપાસકોએ કલાકર્મ કર્યું હતું.

 કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ માહિતી આપતા જણાવ્યું કે આપણે અજંતા, બાઘ વગેરેના ગુફાચિત્રોમાં કલાનું શાસ્ત્રીય રૂપ જોઈ શકીએ છીએ, કિન્તુ વારલી, ગોંડ, મધુબની, સલાટી જેવી કલાશૈલીઓનું પણ એટલું જ પ્રભુત્વ છે. 

ભારતના મોટાભાગના પ્રદેશોની આગવી લોકશૈલી અને શાસ્ત્રીય શૈલીઓ કલાક્ષેત્રે અસ્તિત્વ ધરાવતી હતી. દ્રશ્યકલાનો એ વારસો અને વૈભવ આપણે વીસરવા જેવો નથી જ નથી. એટલે જ એક મિશન તરીકે "કલાતીર્થ" 'કુમાર'ની કલા સમૃદ્ધિનું સંકલન સર્વને સામૂહિક રીતે અર્પણ કર્યું છે..

વધુમાં તેમણે જણાવ્યું કે 'કુમાર'ની 100 વર્ષની ચિત્રકલા વિવિધા બે ગ્રંથમાં અર્પણ કરવાનો આશરે રહ્યો છે. ચિત્રકલાને સર્વાંગી રીતે સમાવિષ્ટ કરી છે. ભારતીય પરંપરિત કલાકૃતિઓની સર્વગામી વિવિધા અહી કેન્દ્રમાં છે. જે તે ચિત્ર શૈલીનો પરિચય ચિત્રકલાથી સમૃદ્ધ સ્થળો, ચિત્રકળાસ્થળનો પરિચય, શૈલીગત વિવિધાની શાસ્ત્રીય તપાસ, કલાકીય અનુબંધો- એમ ભારતીય પરંપરિત કલાની એક સર્વગ્રાહી છબી સૌને મળી રહે એવો આશય રાખ્યો છે. કેટલીક વિદેશી પરંપરાઓ, પરદેશી મહાન કલાકારો અને આધુનિક ચિત્રના ના અભિગમો વિશેના લેખો પણ સમાવવામાં આવ્યા છે.

 આશય એટલો જ છે કે કલા વિશેનું જ્ઞાન એકાંગી નહીં પણ સર્વાંગી બની રહે. તદુપરાંત ભારતની સાંપ્રત કલા વિશે, કલાકારો વિશેની વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. ખૂબ આનંદ છે કે ચિત્રકલા વિષય બંને સંકલન થકી ચિત્રકલા નું સર્વાંગી ચિત્ર ભાવકોને પ્રાપ્ત થશે..

રમણીકભાઇએ કલાગ્રંથ વિષે જણાવ્યું કે ચિત્રકલા એક ચેતના છે. માનવીય સંસ્કૃતિનો મુખ્ય આયામ છે ચિત્રકલા. અત્યારે લોકો પરંપરિત કલાની વિસરી રહ્યા છે એટલે ચિત્રકલા આપણા જીવનનો હિસ્સો નથી રહી. પહેલાં તો દરેક સ્ત્રીને ચિત્રકલા હસ્તગત હતી. આંગણાની રંગોળી, ઘરની દીવાલ વારતહેવારે થતા સ્વસ્તિક ઈત્યાદિ ના આલેખ, ભરતગુંથણમાં આકારિત થતી વિવિધ આકૃતિઓ - આ બધું જ જીવનનો સહજીક ભાગ હતો. ગારમાટીનાં ઘર હોય એટલે નિયમિત રીતે ગાર કે લીં પણ કરવા પડે. એટલે જ હાથ કેળવાતો રહે . રાજમહેલ, શ્રીમંતોના ઘર, મંદિર - મઠમાં કેળવાયેલા કલાકારો ચિત્રણા કરતા. એ રીતે લોકકલાને શાસ્ત્રીય રૂપ મળતું. ધર્મસ્થાનોમાં દર્શનાર્થી આવે અને યાદ કે પ્રસાદીની વસ્તુ તરીકે કોઈક કલાકૃતિ સાથે લઈ જાય. 

એ રીતે ધર્મસ્થળોમાં કલાનું પોષણ થતું. અરણ્ય વિસ્તારમાં પણ અરણીયવાસીઓએ પોતીકી શૈલી વિકસાવીલી. એમાં સાદગી, સહજતા અને સરળતા હોય પણ આકૃતિ તો જીવંત જ હોય.. 

આ પરંપરિત ક્લાસંસ્કારોને સાંપ્રતમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. આપણે આપણી પૂર્વપરંપરાઓ તરફ પાછા વળીએ, એને જાણીએ, પ્રમાણીએ અને તે પરત્વે આદર ધરાવતા થઈએ એ ખૂબ જરૂરી છે. આ તમામ સંકલ નોમાં આવો આશય મુખ્ય રૂપ રહ્યો છે. કે માત્ર જાણવું, પ્રમાણવું એટલું જ પૂરતું નથી આપણે એ કલાપ્રણાલીમાં જોડાવું પણ એટલું જરૂરી છે.

 કલા તો હજારો વર્ષની સમૃદ્ધિ છે. આપણે લખતા થયા એ પહેલા ચીતરતા થયા હતા. સ્પેન, ફ્રાન્સ વગેરેના ગુફાચિત્રો હજારો વર્ષ જૂના છે. ભારતમાં ભીમબેટકાણા ઈત્યાદીના ચિત્રો પણ 10 થી 15 હજાર વર્ષ જૂના છે. ગુજરાતમાં પણ તેજગઢની પાસેના પર્વતોમાં પ્રાચીન ગુફાચિત્રો છે. 

આશ્ચર્યની વાત છે કે અનેક આદિવાસીઓની જીવન પ્રણાલીમાં એ પ્રાચીન પ્રતિકો અને રૈખિક પરંપરા અધ્ય પર્વત જોવા મળે છે. આપણે જેને આધુનિક કલા કહીએ છીએ એનું રચના વિધાન પણ પ્રાચીન કલાકૃતિઓને મળતું આવે છે..! સમગ્ર વિશ્વમાં એટલી બધી કલાધારાઓ વિકસી છે કે આપણો આશ્ચર્ય સાથેનો આનંદ વધતો જ રહે છે. તો, આવી અનેક કલાકીય પરંપરાઓનો સમજદારી પૂર્વક આદર કરતા થઈએ...

' કુમાર' માની ચિત્રવિષયક સામગ્રીના દ્વિતીય પડાવરૂપ આ ગ્રંથતીર્થમાં આપ સર્વનું સ્વાગત છે. 'કલાતીર્થ'નું 'કુમાર'ના આશ્રય થયેલું કલામય વિસ્તરણ ગુજરાતમાં એક સકારાત્મક વાતાવરણ રચવામાં નિમિત્તરૂપ બન્યું છે એનો આનંદ છે. સો વર્ષનો કુમારનો કલાકીય વૈભવ સર્વ રસિકોને તો સંગ્રહી રાખવા જેવા મહાગ્રંથો લાગ્યા છે. અમારો આશય સવાયો કરીને સૌએ વધાવ્યો એનો આનંદ છે. સર્વના પ્રતિભાવો અને પ્રશંસાને વિનમ્રતાથી આવકારી આદરભાવ પ્રગટ કરું છું.

'કુમાર'ની આ ગ્રંથના સંપાદનનું મહત્વ અને અગત્યનું કાર્ય ઉત્તમ રીતે કરી આપનાર નિસર્ગ આહીરનો ખાસ રૂણી છું ગુણાનુંરાગી સર્વ જનચેતનાનો પણ આભારી છું.. કેમ કે આપ સર્વની પ્રેરક સહાયથી મારી કલાયાત્રા ગતિશીલ અને ગુણવંતી રહી છે.. આ પવિત્ર કાર્યમાં મારી પડખે ઊભા રહીને મારા કાર્યને પ્રમાણ્યુ છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટના નિયામક શ્રી જે.એમ ચંદ્રવાડીયાસાહેબ, દેવભૂમિ દ્વારકાના ચિત્રકાર સવજી છાયા નો હૃદયસ્થ ભાવધરીને સૌનો આભાર માનીને અંતરની લાગણી વ્યક્ત કરું છું..

રમણીક ઝાપડિયાએ કલાતીર્થ દ્વારા પ્રકાશિત "કુમાર" એક સદીની કલાયાત્રા: ચિત્રકલાસંપદા- ભાગ=2 કલાગંગોત્રી ગ્રંથ 20 ના નિર્માણમાં ભાવપુષ્પો અર્પણ કરીને સહયોગી બનેલા શ્રી સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર ટ્રસ્ટ- જ્ઞાનબાગ, વડતાલ ના પાર્ષદ પ.પૂ. લાલજી ભગત, કનુ ભગત ..દિલ્હી નિવાસી શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી. સુરત અગ્રણી તબીબ ડૉ. બીપીન દેસાઈ, શ્રીમતી ગીતાબેન દેસાઈનો હરખના હેતથી આભાર માની ચરણ વંદન કર્યા હતા. 332 સુવર્ણ પુષ્ટે આકાર પામેલો આ કલાગંગોત્રી -ગ્રંથ આપના ચરણોમા અર્પણ કરતા ધન્યતા અનુભવું છું.. આજના આ ગૌરવંતા પવિત્ર દિવસે આપણને સૌને માં શારદા વધુ ઉન્નત, વ્યાપક ,ગહન સેવા કરવાનુ બળ આપે અને કલા વિશ્વ વિચાર બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.