હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા

Posted 1 year ago with 63 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની એક ઝલક મેળવવા રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા
1/2
રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા
2/2

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ 

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચી ગયા છે. ગજરાજના આગમન સાથે જ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભાવિકો તેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સવારથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સરસપુરની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા છે.અમદાવાદમાં નીકળેલી રથયાત્રાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની એક ઝલક મેળવવા રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. 

ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.