હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ ગિરનારમાં 33 કોટિ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે

Posted 1 year ago with 15 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ અગિયારસથી દર વર્ષે ગિરનારની પરિક્રમા શરૂઆત થાય છે.

અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ ગિરનારમાં 33 કોટિ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે
1/1

અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો (lili Parikrama) વિધિવત આરંભ ગિરનારમાં (girnar ) 33 કોટિ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે

ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ, દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ અગિયારસથી દર વર્ષે ગિરનારની પરિક્રમા શરૂઆત થાય છે. 

દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. જૂનાગઢના (junagadh ) ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલીજૂનાગઢથી 15 કિલોમીટર દૂર બગડું ગામ આવેલું છે. આ બગડું ગામની અંદર પ્રવેશ કરતા પહેલા જ અજાબાપાની સમાધિ આવે છે. જે અંતર્ગત 1919માં જે સમયે સૌપ્રથમ વખત પરિક્રમા થઈ ત્યારની અહીં સ્મૃતિ યથાવત છે. એવું કહેવાય છે કે, અજાબાપા પહેલા બગડું ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા હતા અને ત્યાં એક ફરાળી બાવા દામોદર કુંડ ખાતે વસવાટ કરતા હતા. આ ફરાળી બાવાને ગાયના દૂધની છાશ ખૂબ જ વ્હાલી હતી. જેથી અજાબાપા દરરોજ નિત્યક્રમ પ્રમાણે ચાલીને જતા અને તેમના માટે છાશ લઈને નીકળતા હતા. એક દિવસ તેમની આ સેવાથી ફરાળી બાવા પ્રસન્ન થયા હતા. પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે. જો કે, જે લોકો આ પરિક્રમા વિશે ખૂબ ઓછું જાણતા હોય છે તેમના મનમાં આ પરિક્રમાને લઈ અનેક સવાલો ઉભા થતા હોય છે. જેમાંનો એક સવાલ આ પરિક્રમાની શરૂઆત કોણે કરી તેવો પણ છે. જે વિશે આજે આપણે જાણીશું.

એવું માનવામાં આવે છે કે, ગિરનારમાં 33 કોટિ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે. માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે. (Shri Krishna) ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે. પુરાણોની ધાર્મિક કહાની અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જુનનાં લગ્ન કરાવ્યા હતા.

અજા બાપાની પેઢી આજે પણ અહીં આ બગડું ગામમાં વસવાટ કરી રહી છે. આઠમી પેઢી સુધી આજે સૌ કોઈ લોકો અહીં હયાત છે અને પોતે એક અજાબાપાના પેઢીનું સંતાન હોવાનો ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.

ગિરનારની પરિક્રમા સમયે દર વર્ષે લાખો લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. આજે પણ ગિરનારની પરિક્રમા કરવાનું મહાત્મ્ય યથાવત્ છે. ગિરનારની પરિક્રમા કરવા માટે રાજ્યભરમાંથી લોકો દૂર-દૂરથી આવતા હોય છે. હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભક્તોનો ધસારો વધ્યો હોવાથી એક દિવસ પહેલા જ શ્રદ્ધાળુઓ પરિક્રમા શરૂ કરી દે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરશે તેવી શક્યતા જોવા મળી રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.