હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, વાઇલ્ડલાઈફ

ગુજરાતમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો 11 જિલ્લામાં સંભળાય છે સાવજની ડણક

Posted 1 year ago with 25 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં સિંહ ગણતરી પૂર્ણ થતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા આંકડા જાહેર કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વર્ષ 1963માં પ્રથમવાર સિંહની વસતી ગણતરી થઈ હતી અને રાજ્યના 11 જિલ્લામાં સિંહ વસતી ગણતરી કરાઈ હતી.

ગુજરાતમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો 11 જિલ્લામાં સંભળાય છે સાવજની ડણક
1/1

ગુજરાતમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો 11 જિલ્લામાં સંભળાય છે સાવજની ડણક

ગુજરાતમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો છે જેમાં 196 નર સિંહ અને 330 માદા સિંહનો સમાવેશ થાય છે, તો બીજી તરફ 140 પાઠડા અને 225 બાળ સિંહો છે.

ગુજરાતમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો 11 જિલ્લામાં સંભળાય છે સાવજની ડણક

2020માં કેટલા સિંહ નોંધાયા હતા

ગુજરાતમાં સિંહ ગણતરી પૂર્ણ થતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા આંકડા જાહેર કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વર્ષ 1963માં પ્રથમવાર સિંહની વસતી ગણતરી થઈ હતી અને રાજ્યના 11 જિલ્લામાં સિંહ વસતી ગણતરી કરાઈ હતી. વડા પ્રધાને પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં આ સિંહની ગણતરી હાથ ધરવામાં હતી. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી થઈ હતી. વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લામાં સિંહની ગણતરી કરાઇ હતી.

રાજ્યમાં ક્યારે થઈ હતી સિંહની વસ્તી ગણતરી

રાજ્યના 11 જિલ્લાઓમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ હતી. જેમાં રિજનલ અધિકારી ઝોનલ અધિકારી , ગણતરીકારો ઓબ્ઝર્વર સહિત 511 સ્વંય સેવકો સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો.

કેવી રીતે થઈ સિંહની વસ્તી ગણતરી

સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3-10 ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી હતી. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.