હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪

તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.

Posted 2 years ago with 108 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ બેઠક પર I.N.D.I.A ગઠબંધનમાં સામેલ સીપીઆઈએ પણ મજબૂત ઉમેદવારને ઉતારી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. એટલું જ નહીં ભાજપે પણ દમદાર ઉમેદવાર ઉતારતા વાયનાડની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ શરૂ થઈ ગયો છે.

તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.
1/2
તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.
2/2

Lok Sabha Elections 2024 : દેશભરમાં લોકસભા ચૂંટણીની ભરપુર દોડધામ જોવા મળી રહી છે. જે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે, તે મતક્ષેત્રમાં પ્રચાર અભિયાન વેગીલુ બની ગયું છે. ત્યારે કોંગ્રેસની સૌથી સુરક્ષિત બેઠક વાયનાડમાં પણ મોટો ખેલ શરૂ થતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. 


આ બેઠક પર I.N.D.I.A ગઠબંધનમાં સામેલ સીપીઆઈએ પણ મજબૂત ઉમેદવારને ઉતારી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. એટલું જ નહીં ભાજપે પણ દમદાર ઉમેદવાર ઉતારતા વાયનાડની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ શરૂ થઈ ગયો છે.


CPIએ એની રાજાને ઉમેદવાર બનાવ્યા


અગાઉ એવી અટકળો સામે આવી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ CPI વાયનાડ (Wayanad Election) પરથી કોઈ નબળા ઉમેદવારને મેદાનમાં ઉતારશે, પરંતુ સીપીઆઈએ મહાસચિવ ડી.રાજાની પત્ની એની રાજા (Annie Raja)ને ઉમેદવાર બનાવ્યા છે. એની પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સમિતીની સભ્ય પણ છે. આ ઉપરાંત સીપીઆઈએ રાહુલ ગાંધીને ઘણા મોરચે ઘેરી રહી છે, તેથી એવું લાગી રહ્યું છે કે, રાહુલે જીતવા માટે મહામહેનત કરવી પડશે.


કેરળ (Kerala)માં કોંગ્રેસ (Congress)ને હિન્દુ મતદારોનું સૌથી વધુ સમર્થન મળતું રહ્યું છે. ભાજપ (BJP) પણ ત્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) પર હાવી થવાના તમામ પ્રયાસો કરતી રહી છે, પરંતુ હજુ સુધી સફળ થઈ શકી નથી. પરંતુ આ વખતે સીપીઆઈએ સીએએ અને મુસ્લિમ લીગના ધ્વજનો મુદ્દો ઉઠાવ્યો છે અને કોંગ્રેસને એન્ટી મુસ્લિમ તરીકે ચિતરી રહી છે. હવે આ મુદ્દાનો લાભ ભાજપે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધી સામે દમદાર ઉમેદવાર કે.સુરેન્દ્ર (K Surendran)ને મેદાનમાં ઉતાર્યા છે. 


સુરેન્દ્રન કેરળમાં ઘણી વખત ચૂંટણી લડ્યા છે. ગત ચૂંટણીમાં તેઓ માત્ર થોડા મતોથી હારી ગયા હતા. જો હિન્દુ વોટોના ભાગલા પડશે અને મુસ્લિમ મતદારો સીપીઆઈ પર પસંદગી ઉતારશે, તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.