હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

રૂપાલાના ઘરની સામેથી સુરક્ષા હટાવી કેમ લેવામાં આવી ? અનેક તર્કવિતર્ક

Posted 2 years ago with 168 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રૂપાલાએ રાજકોટમાં આવેલું પોતાનું મકાન ખાલી કરી દીધું છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરી રહ્યા છે ત્યારે ભાજપ પણ આ મામલે પીછેહઠ કરવા તૈયાર નથી અને તેણે રૂપાલાને પ્રચાર શરૂ કરવાની પરવાનગી પણ આપી દીધી છે.

રૂપાલાના ઘરની સામેથી સુરક્ષા હટાવી કેમ લેવામાં આવી ? અનેક તર્કવિતર્ક
1/1

Lok Sabha Elections 2024 : રૂપાલાના ઘરની સામેથી સુરક્ષા હટાવી કેમ લેવામાં આવી ? અનેક તર્કવિતર્ક


Lok Sabha Elections 2024 | છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રાજકારણમાં પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદથી તેઓ સતત વિવાદમાં છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરી રહ્યા છે ત્યારે ભાજપ પણ આ મામલે પીછેહઠ કરવા તૈયાર નથી અને તેણે રૂપાલાને પ્રચાર શરૂ કરવાની પરવાનગી પણ આપી દીધી છે.


સુરક્ષા પણ હટાવી લેવામાં આવી હોવાની ચર્ચા


આ દરમિયાન તાજેતરના અહેવાલ અનુસાર એવી ચર્ચા છે કે વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં આવેલું પોતાનું મકાન ખાલી કરી દીધું છે અને તેઓ ફ્લેટમાં રહેવા માટે શિફ્ટ થઇ ગયા છે. હવે તેમણે આ પગલું કેમ ભર્યું છે તેને લઈને અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. ઘણાં લોકો એવો દાવો કરી રહ્યા છે કે સુરક્ષાના કારણોસર તેમણે આ પગલું ભર્યું છે. ચર્ચાનો વિષય એ પણ છે કે રૂપાલાના ઘરની સામેથી સુરક્ષા પણ હટાવી લેવામાં આવી છે


ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ પરત આવતા જ રૂપાલાએ વિવાદને હવા ન આપવાની વાત કહી હતી અને તેમણે આ સાથે પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી. છેલ્લા ઘણાં સમયથી ક્ષત્રિય સમાજના લોકો તેમનો જોરદાર રીતે વિરોધ કરી રહ્યા છે.




રાજકોટથી પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે .ઉમેદવારને બદલાવવાની વાત વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મહત્વનું નિવેદન.
હું ચુંટણી નું ફોર્મ ભરવા જાવ એટલે તમારે ભધાએ આવવાનું છે, રૂપાલા નિવેદન બાદ ઉમેદવાર બદલવાની વાત ને લાગ્યો પૂર્ણ વિરામ


એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ, અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડીબંધ આવવાનું છે


મારા પર ઈશ્વરીયા મહાદેવની કૃપા ઉતરી છે મારા માટે અંબરીશ ડેર અહી આવ્યા, અંબરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.