LOKSABHA ELECTION 2024 BHAVNAGAR આપના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં ઉમેદવારી નોંધાવી, ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે રોડ શો કર્યો
આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે સાંજે ગુજરાત પહોંચ્યા હતા. આજે 16મી એપ્રિલના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સાથે ભગવંત માન ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ નામાંકન પ્રક્રિયામાં ભાવનગરના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, કાર્યકારી પ્રમુખ જગમાલભાઈ વાળા, ડો. જ્વેલબેન વસરા, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ મંત્રી અજીતભાઇ લોખીલ, પ્રદેશ પ્રવક્તા કરણભાઈ બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર, પ્રદેશ ખજાનચી કિરણભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ કાર્યાલય ઈન્ચાર્જ અનુપભાઈ શર્મા, અમદાવાદ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ, હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, એસસીએસટી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ચાવડા, એડવોકેટ સેલ જુનેજા લીગલ તથા પ્રદેશ આગેવાનો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભર્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે આજે આપણા ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે. અમે ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રચાર કર્યો અને અમને સમર્થન આપવા માટે લોકો તેમના ઘરો અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. હું ચોક્કસ કહી શકું છું કે આજનો દિવસ ઇતિહાસના પાનાઓમાં લખાશે. હવે હું ભરૂચ લોકસભામાં જઈશ. હું અમારા ભરૂચ લોકસભાના ઉમેદવાર અને એક લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા સાથે તેમના નોમિનેશન વખતે સાથે રહીશ. અગાઉ હું આસામ ગયો હતો, હવે ગુજરાતમાં આવ્યો છું, પછી પંજાબ અને દિલ્હીમાં પણ જોરશોરથી પ્રચાર કરીશું. સત્તા પર બેઠેલા લોકોને એવી ગેરસમજ છે કે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને તેઓ અમારા પ્રચારને બંધ કરી દેશે. અમે ક્યારેય જાતિ અને નફરતની રાજનીતિ કરતા નથી. અમે દેશના 140 કરોડ લોકોનો ઉત્કર્ષ ઈચ્છીએ છીએ. અમે નામની રાજનીતિ નથી કરતા, કામની રાજનીતિ કરીએ છીએ. અને તેથી જ અમે દિલ્હી અને પંજાબમાં જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ, ક્લીન સ્વીપ કરી રહ્યા છીએ.
આ નામાંકન પ્રક્રિયા પહેલા ભગવંત માન અને ઉમેશભાઈ મકવાણાનો એક મોટો રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ જોડાયા હતા. આ રોડ શો જ્યાંથી પણ પસાર થતો હતો, ત્યાં લોકોનો ભરપૂર પ્રેમ અને સમર્થન જોવા મળ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રોડ શો દરમિયાન ભાવનગરની જનતા સમક્ષ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઉમેશભાઈ મકવાણાએ ઉમેદવારી નોંધાવતાં ગુજરાતમાં ક્રાંતિનો પ્રારંભ થયો છે. મને ખુબ ખુશી છે કે આમ આદમી પાર્ટી અને ઉમેશભાઈ મકવાણાને લોકોનો ભરપૂર પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. મને એ વાતનો પણ આનંદ છે કે ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે ગુજરાતમાં એક નવી કહાની લખાશે. આજે આપણે બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડવું પડશે. હું તે લોકોને કહેવા માંગુ છું કે જો તમારી પાસે લહેર હોય તો તમે લોકોના દિલ પ્રેમથી જીતી શકો છો, પ્રેમથી ચૂંટણી જીતી શકો છો, પરંતુ અન્ય વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને તમે કેવી રીતે જીતી શકો? તમે લોકો કેજરીવાલજીને જેલમાં નાખી શકો છો, પરંતુ તેમની વિચારધારાને જેલમાં કેવી રીતે નાખશો? તેમને લાગતું હતું કે જો તેઓ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખશે તો તેમની પાર્ટી બરબાદ થઈ જશે, પરંતુ આ તેમની ગેરસમજ હતી. આજે આખા ભારતમાં લાખો-કરોડો અરવિંદ કેજરીવાલનો જન્મ થયો છે, તમે તેમને જેલમાં કેવી રીતે નાખશો?
ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખૂબ જ ભાવુક થઈ ગયા અને કહ્યું કે હું ગઈકાલે અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. તેમણે સંદેશ આપ્યો છે કે તેઓ ગુજરાતની જનતાના આભારી છે કારણ કે ગુજરાતની જનતાના 14 ટકા મતોને કારણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની છે. ભવિષ્યમાં જ્યારે કોઈ પૂછશે કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી કેવી રીતે બની, તો જવાબ મળશે કે ગુજરાતની જનતાના કારણે જ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, માટે હું અને અરવિંદ કેજરીવાલજી ગુજરાતના લોકોના ખૂબ ખૂબ આભારી છીએ.
ગઈકાલે જ્યારે હું અરવિંદ કેજરીવાલજીને મળવા ગયો ત્યારે મારી આંખોમાં આંસુ હતા કારણ કે અમને યોગ્ય રીતે મળવા દેવામાં આવ્યા ન હતા અને અમારી વચ્ચે કાચ મૂકવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલે કઈ ભૂલ કરી જેના કારણે તેમને આ તકલીફ આપવામાં આવી રહી છે? શું લોકોને સારું શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા, મફત વીજળી અને મફત પાણી આપવું એ ગુનો છે? લોકો માટે આટલું કામ કર્યા પછી પણ આજે તેની સાથે આતંકવાદી હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જેઓ સત્તામાં છે તેઓ જાણે છે કે એક જ પક્ષ છે જે તેમને હરાવી શકે છે, તેનું નામ છે આમ આદમી પાર્ટી અને તેથી જ આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતાને જેલમાં નાખીને તે લોકો વિચારી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીને રોકી લેશે. દેખજો, જેલના તાળા તૂટશે અને અરવિંદ કેજરીવાલ છૂટશે.
પહેલા દુકાનો અને ઘરો ઝાડુંથી સાફ કરવામાં આવતા હતા, પરંતુ હવે અરવિંદ કેજરીવાલજીના ઝાડુંથી દેશમાં ફેલાયેલ કચરાને સાફ કરવામાં આવશે. આજે આપણે જોયું કે દરેક મુદ્દા પર જુમલાઓ આવ્યા છે, એવું લાગે છે કે કેટલાક લોકોએ જુમલાઓની ફેક્ટરી શરૂ કરી છે. આજે નોંધણીના બે-ત્રણ દિવસ પછી આપણને ખબર પડશે કે મશીનમાં આપણો કયો નંબર હશે, પણ પરિણામના દિવસે આપણો નંબર પહેલો હશે

. અમે પંજાબમાં ખૂબ જ મજબૂત છીએ અને ત્યાં ક્લીન સ્વીપ કરી રહ્યા છીએ. પંજાબમાં અમને 13માંથી 13 બેઠકો મળી રહી છે. હું અહીં આવ્યો છું તો હું તમારી પાસેથી આશા રાખું છું કે 4 જૂને મને સાંભળવા મળશે કે ભાવનગરનો ટ્રેન્ડ આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ આગળ છે. ગુજરાત અને દિલ્હીમાં આપણે ઈન્ડિયા એલાયન્સ હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ, આનું નામ ઈન્ડિયા એલાયન્સ છે કારણ કે આપણે ઇન્ડિયાને બચાવવાનું છે. એ લોકોમાં ઘણો અહંકાર છે, અમે તેમને કહેવા માંગીએ છીએ કે તમારો અહંકાર લાંબો સમય નહીં ચાલે, હવે તમારો અહંકાર તૂટી જશે.