હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

મુખ્યમંત્રીએ કર્યો લોકસભા ચૂંટણીનો પ્રચાર સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથે કર્યો સંવાદ

Posted 2 years ago with 107 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુકે સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત વિરમગામ, માંડલ, દેત્રોજ અને નલકાંઠા મતવિસ્તારની મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથેનો સંવાદ ખૂબ ઊર્જાદાયી બની રહ્યો.

મુખ્યમંત્રીએ કર્યો લોકસભા ચૂંટણીનો પ્રચાર  સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથે કર્યો સંવાદ
1/4
મુખ્યમંત્રીએ કર્યો લોકસભા ચૂંટણીનો પ્રચાર  સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથે કર્યો સંવાદ
2/4
મુખ્યમંત્રીએ કર્યો લોકસભા ચૂંટણીનો પ્રચાર  સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથે કર્યો સંવાદ
3/4
મુખ્યમંત્રીએ કર્યો લોકસભા ચૂંટણીનો પ્રચાર  સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથે કર્યો સંવાદ
4/4

LOKSABHA ELECTION 2024 મુખ્યમંત્રીએ કર્યો લોકસભા ચૂંટણીનો પ્રચાર 

સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથે કર્યો સંવાદ

સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુકે  સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત વિરમગામ, માંડલ, દેત્રોજ અને નલકાંઠા મતવિસ્તારની મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથેનો સંવાદ ખૂબ ઊર્જાદાયી બની રહ્યો.

આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં એક જનઆંદોલન સાથે ભારતીય જનતા પાર્ટીના ૪૦૦ પાર ના સંકલ્પને સાકાર કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન પદ પર બેસાડવાનો નિર્ધાર દેશવાસીઓએ કર્યો છે.

મોદી સાહેબે પરફોર્મન્સ આધારિત વિકાસની રાજનીતિ પર ભાર મૂકીને દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના લોકોને સશક્ત અને પગભર બનાવવાની ગેરંટી આપી છે.

મોદીકાપરિવાર તરીકે સૌને 100% મતદાન કરીને સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કર્યું.

આ ઉપરાંત અમદાવાદ ખાતે આયોજિત સી.એ. સંમેલનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્રો સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશનું અર્થતંત્ર અગિયારમાં સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે. આગામી સમયમાં મોદી સાહેબની ત્રીજી ટર્મમાં આ અર્થતંત્ર ત્રીજા સ્થાને પહોંચાડવાનું લક્ષ્યાંક છે.

આજે ગુજરાતમાં વિશ્વની ટોચની કંપનીઓ રોકાણ કરી રહી છે. ભારતમાં રોકાણ માટે ગુજરાત આજે સૌ કોઇ માટે ફર્સ્ટ ચોઈસ બન્યું છે, જે માનનીય વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનું જ પરિણામ છે.

મને વિશ્વાસ છે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યના ચાર્ટડ એકાઉન્ટન્ટ્સનો રોલ મહત્વપૂર્ણ બની રહેશે.

આજે દરેક વર્ગ માટે ગેરંટી માત્ર શબ્દ નહીં પણ પ્રત્યક્ષ અનુભૂતિ છે. માટે જ, આગામી લોકસભા ચૂંટણીમાં નિશ્ચિતપણે અબકી બાર 4૦૦પાર નો સંકલ્પ સાકાર થશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન