સમાચાર સારાંશ: વડાપ્રધાને કહ્યું કે, 'તેમણે (મહારાજા દિગ્વિજય સિંહજીએ) જે બીજ વાવ્યું, તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો મજબૂત છે. જામ સાહેબના પરિવાર સાથે મારો જૂનો નાતો રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે. આજે પણ અહીં આવતા સમયે, તેમના આશીર્વાદ લેવા ગયો અને જ્યારે જામ સાહેબ વિજયી ભવઃ કહે છે, ત્યારે વિજય નક્કી થઈ જાય છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આગામી 7 મે 2024ના રોજ રાજ્યમાં લોકસભા અને પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે (2જી મે 2024) આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ચૂંટણી સભા યોજી હતી. ત્યારબાદ હવે તેઓ જામનગર પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું છે.
જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, 'બધાને થતું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.
વડાપ્રધાને કહ્યું કે, 'તેમણે (મહારાજા દિગ્વિજય સિંહજીએ) જે બીજ વાવ્યું, તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો મજબૂત છે. જામ સાહેબના પરિવાર સાથે મારો જૂનો નાતો રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે. આજે પણ અહીં આવતા સમયે, તેમના આશીર્વાદ લેવા ગયો અને જ્યારે જામ સાહેબ વિજયી ભવઃ કહે છે, ત્યારે વિજય નક્કી થઈ જાય છે.

આપણા દેશના રાજા-મહારાજાઓના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય : વડાપ્રધાન મોદી
ત્યારે મેં કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી : વડાપ્રધાન મોદી
અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યાં એવી માન્યતા છે કે, જ્યા આટલા બધા પાળીયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચરમોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખુબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મેં વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



