હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે

Posted 2 years ago with 20 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: પહેલા તબક્કાની 102 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે.

લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને  તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે
1/3

2/3

3/3

લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું 

Lok Sabha Elections 2024: આજે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. 

પહેલા તબક્કાની 102 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. 

આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે.સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું છે. 

આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. 
ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. 

બીજી બાજુ મણિપુરમાં ઈનર મણિપુર તથા આઉટર મણિપુર એમ બે મતવિસ્તારોમાં શુક્રવારે મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આ મતદાન વખતે કેટલાક અજાણ્યાં તત્વોએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને અરાજકતા ફેલાવી હતી. આ ઘટના થામનપોકપી ખાતે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે મોટી ઘટના, બ્લાસ્ટમાં CRPF અધિકારી ઈજાગ્રસ્ત 

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા આઈઆઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના અધિકારી ઘાયલ થયા હતા.

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ આપ્યો મત
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. આ સાથે તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી. 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.