હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં

Posted 2 years ago with 133 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે.

બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં
બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર
1/4
બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં
2/4
બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં
3/4
બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં
4/4

બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં 

આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોમાં 88 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. જે 88 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ 20 બેઠકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે.

આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે. આજની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 15.88 કરોડ મતદારો માટે 1.67 મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે અને તેમાં 16 લાખ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 15.88 કરોડ મતદારો છે જેમાં 8.08 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં 34.8 લાખ મતદારો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.20 થી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યા 3.28 કરોડ છે. હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કર્યો છે.  

?ref_src=twsrc%5Etfw">April 25, 2024

ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. આજે કુલ 1202 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જેમાં 1098 પુરુષો અને102 મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી અને સુરક્ષા કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ત્રણ હેલિકોપ્ટર, ચાર સ્પેશિયલ ટ્રેન અને અન્ય 80000 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમ, એચડી કુમારસ્વામી (જેડીએસ) - મંડ્યા, હેમા માલિની (ભાજપ) - મથુરા, અરુણ ગોવિલ (ભાજપ) - મેરઠ, ઓમ બિરલા (ભાજપ) - કોટા, બઘેલ (કોંગ્રેસ) - રાજનાંદગાંવ જેવા ભૂપેશ દિગ્ગજોનો સમાવેશ થાય છે.

Amul Topical: Stage two of Lok Sabha elections 2024 commences April 26!
બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમથી ચૂંટણી જંગમાં

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.