હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા

Posted 11 months ago with 15 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભગવાન જગન્નાથની જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ હતી

અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા
1/1

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું ઉત્સાહભેર આયોજન, ભગવાન મામાને ઘરે ગયા 

અમદાવાદ : અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન જગન્નાથજીનો જળયાત્રાનો પ્રારંભ નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા સાથે થયો હતો. જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.

અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા

સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવ્યું

ભગવાન જગન્નાથની જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ હતી. તેમજ 

600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. તેની બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતો મહંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

ભગવાન જગન્નાથની જળયાત્રામાં 10થી વધુ ભજન મંડળી જોડાઈ છે. તેમજ 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાયા છે. 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લઇને આવ્યા હતા. ભગવાન જગન્નાથજીના જળાભિષેક બાદ ભગવાને ગજવેશના દર્શન આપ્યા હતા. 

ભગવાન મામાને ઘરે ગયા 

ભગવાન જગન્નાથના દર્શન બાદ માન્યતા મુજબ આજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘરે જશે. તેથી મંદિરના હવે નિગ્રહના દર્શન રહેશે. જેના પગલે સરસપુર મંદિર ખાતે ભગવાનના આગમાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

સરસપુરના રણછોડરાય મંદિરમાં ઉત્સાહ 

જેમાં પૂનમના દિવસથી ભગવાન જગન્નાથને જમાલપુર નિજ મંદિરથી સરસપુરના રણછોડરાય મંદિરમાં રહે છે. આ દરમિયાન 11 જૂનથી 15 દિવસ સુધી સરસપુરના રણછોડરાય મંદિર ખાતે વિવિધ ભજન મંડળીઓ દ્વારા કાર્યક્રમ યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો ભાગ લેતા હોય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.