હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

તૈયાર થઈ જાવ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની દુનિયામાં પાછા જવા માટે, વોર્નર બ્રોસ. એ જાહેરાત કરી છે કે તેઓ આ ફ્રેન્ચાઇઝની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે.

Posted 2 years ago with 62 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: હોલિવુડના જાણીતા નિર્દેશક પીટર જેક્સન અને અભિનેતા એન્ડી સર્કિસ આપણને ફરી એક વાર 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ની દુનિયામાં લઈ જઇ રહ્યા છે.

તૈયાર થઈ જાવ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની દુનિયામાં પાછા જવા માટે, વોર્નર બ્રોસ. એ જાહેરાત કરી છે કે તેઓ આ ફ્રેન્ચાઇઝની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે.
1/1

હોલિવુડના જાણીતા નિર્દેશક પીટર જેક્સન અને અભિનેતા એન્ડી સર્કિસ આપણને ફરી એક વાર 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ની દુનિયામાં લઈ જઇ રહ્યા છે, પરંતુ આ વખતે વાર્તાના એક અનોખા પાત્ર 'ગોલ્લમ' ના કેરેક્ટર ઉપર કેન્દ્રીત હશે. ધ લોર્ડ ઓફ ધ રિંગ્સની અ નવી ફિલ્મનું નામ 'ધ હન્ટ ફોર ગોલ્લમ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન એન્ડી સર્કિસ કરશે, જેમણે મૂળ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ફિલ્મોમાં ગોલ્લમનો અભિનય કર્યો હતો, અને પીટર જેક્સન આ ફિલ્મના નિર્માતા છે.

વોર્નર બ્રોસ. એ જાહેરાત કરી છે કે તેઓ 2026માં આ ફિલ્મને રિલીઝ રીલીઝ કરશે, તેમજ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ફ્રેન્ચાઇઝની અન્ય ફિલ્મો પર પણ હાલ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મોમાં ધ લોર્ડ ઓફ ધ રિંગ્સણની અનકહી વાર્તાઓની વાત કરવામાં આવશે. વોર્નર બ્રોસ. ડિસ્કવરીના સીઈઓ ડેવિડ ઝાસ્લવે કહ્યું કે આ ફિલ્મોની સ્ક્રિપ્ટ હાલ ડેવલોપમેન્ટના પ્રારંભિક તબક્કામાં છે અને તેઓ તેને 2026માં રિલીઝ કરવાની આશા રાખે છે. તેમજ પીટર જેક્સન, ફ્રેન વોલ્શ અને ફિલિપ્પા બોયેન્સ જેવા લેખકોની ટીમ આ  ફિલ્મના ડેવલોપમેન્ટના દરેક સ્ટેજ ઉપર જોડાયેલા રહેશે. 

આ ફિલ્મ જે.આર.આર. ટોલ્કિનની મૂળ પુસ્તકો પર આધારિત છે, જે મિડલ-અર્થની વિશાળ મિથોલોજીને નવી દૃષ્ટિથી જોવાની તક આપશે. 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ફિલ્મનો ખૂબ મોટો ફેનબેઝ છે અને તેઓની આ નવી ફિલ્મ માટે આશાઓ ખૂબ જ ઊંચી છે તેઓ ફિલ્મની રિલીઝ માટે ખૂબજ આતુર છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન