સમાચાર સારાંશ: જૂનાગઢ જિલ્લાના માણાવદર , વંથલી, મેંદરડા,ભેસાણ, કેશોદ, માળીયા ,માંગરોળ ,વિસાવદર ,સહિત ગીર વિસ્તારમાં ભારે વરસાદ
જૂનાગઢ જિલ્લામાં મધરાત્રિથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ખેડૂતોએ કરેલા મગફળી વાવેતર પર અમીવર્ષા જિલ્લાની નદીઓમાં વહેતા થયા નવા નીર
જૂનાગઢ જિલ્લામાં મધરાત્રિથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ સવાર ના 10 વાગ્યા સુધી વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા નદીઓમાં નવા નીર વહેતા થયા ખેડૂતો દ્વારા કરેલ મગફળી વાવેતર પર વરસાદ પડતાં સોને પે સુહાગા જેવો માહોલ

વાત કરીએ આ વર્ષ ના ચોમાચાની તો ખેડૂતો દ્વારા લાંબા સમય થી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી પરંતુ વાવણી થયા બાદ જો ઉપર વરસાદ પડે તો સોને પે સુહાગા જેવી સ્થિતિ બની જાય છે ત્યારે આ વર્ષે કુદરત પણ ખેડૂતો પર મહેરબાન હોય તેમ વાવણી બાદ એક દિવસના અંતરે જોરદાર વરસાદ પડતાં ખેડૂતોનો ખુશીમાં વધારો થયો છે
ત્યારે ગત રાત્રિ 2 વાગ્યાથી જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમા ભારે વરસાદ પડ્યો હતો
જેમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર , વંથલી, મેંદરડા,ભેસાણ, કેશોદ, માળીયા ,માંગરોળ ,વિસાવદર ,સહિત ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે માણાવદર શહેરની ગલીઓ સોસાયટી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે માણાવદરનો જીવાદોરી સમાન રસલા ડેમ ઓવરફલો થયો હતો .રસલા ડેમ ઓવરફલો થતા તંત્ર દ્વારા લોકોને નદીના વિસ્તાર આસપાસમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી .
જ્યારે માળીયા હાટીના તાલુકામાં વરસાદ ને કારણે લાઠોદ્રા ગામે આવેલ લાઠોદરિયો નદીમાં નવા નીર વહ્યા હતા તો માંગરોળ તાલુકામાં આવેલ નોરી નદીમાં પણ પુર આવ્યું હતું સાથે સાથે ખેતરો માં પાણી ભરાતા ખેતરો તરબોળ બન્યા હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ યથાવત છે
હાલ જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતના મોટા ભાગમાં વરસાદ સારો જોવામાં આવી રહીયો છે ત્યારે ખેડૂતો ના ખેતર માં આવેલ કુવાઓમાં પાણી નથી જેથી ખેડૂતો ની ધારણા છે કે જો આવી રીતે આઠ આઠ દિવસ ના અંતરે આવો વરસાદ વરસતો રહે તો મગફળીને પાકના સમયે એક બે પિયત આપવા પડે અને વરસ સારું બની શકે .ત્યારે આ વર્ષે કુદરત પણ ખેડૂતો પર મહેરબાન હોય તેમ હાલ વરસાદ ની શરૂવાત માગ્યા મુજબ થઈ રહી હોય તેવું દેખાય રહીયું છે ત્યારે હવે આવનારા દિવશો માં ચોમાસુ કેવું બની રહે તે જોવાનું રહેશે જ્યારે હવામાન વિભાગ અને ખગોળીય જ્ઞાન ધરાવતા વિશેસયજ્ઞો દ્વારા આ વર્ષે ચોમાચુ સારું બની રહેશે અને ખેડૂતો માટે સોને પે સુહાગા જેવી સ્થિતિ રહી શકે તેવી ધારણા સેવવામાં આવી રહી છે
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ - જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



