હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન ત્રિવેણી સંગમનું સ્થળ 'હર હર ગંગે'ના નાદથી ગૂંજી ઉઠશે.

Posted 1 year ago with 40 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે કહ્યું હતું કે વહીવટીતંત્રે મૌની અમાવસ્યા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન  ત્રિવેણી સંગમનું સ્થળ 'હર હર ગંગે'ના નાદથી ગૂંજી ઉઠશે.
1/1

મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન

ત્રિવેણી સંગમનું સ્થળ 'હર હર ગંગે'ના નાદથી ગૂંજી ઉઠશે

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં છેલ્લા 17 દિવસમાં 15 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે અને બુધવારે મૌની અમાવસ્યા પર વધુ 10 કરોડ લોકો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે તેવી અપેક્ષા છે, જ્યારે સુરક્ષાને લઈ પણ પ્રશાસન દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે કહ્યું હતું કે વહીવટીતંત્રે મૌની અમાવસ્યા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. મૌની અમાવસ્યા પર ભારે ભીડને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તારના દરેક ખૂણા પર સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને એઆઇ સક્ષમ સીસીટીવી કેમેરા અને ડ્રોનની મારફતે લોકોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોને ફોર વ્હીલરનો ઉપયોગ કરવામાં પ્રતિબંધ

મેળા વિસ્તારને આગામી થોડા દિવસો માટે નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ જિલ્લા વહીવટીતંત્રે સ્થાનિક લોકોને ફોર વ્હીલરનો ઉપયોગ ટાળવા અને વરિષ્ઠ નાગરિકોને સંગમમાં લઈ જવા માટે ફક્ત ટુ વ્હીલરનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

શ્રદ્ધાળુઓ પર 25 ક્વિન્ટલ ફૂલોથી કરાશે પુષ્પવર્ષા

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મકરસંક્રાંતિ (14જાન્યુઆરી)ના રોજ 3.5 કરોડ ભક્તો, સંતો અને કલ્પવાસીઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો. આગામી મૌની અમાવસ્યા પર આઠથી 10 કરોડ લોકો સ્નાન કરે તેવી શક્યતા છે. આવતીકાલે સવારે 8 વાગ્યા સુધીમાં 45 લાખથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા નિમિત્તે બુધવારે સવારે 6:45 વાગ્યે ભક્તો પર ફૂલોનો વરસાદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 25 ક્વિન્ટલ ફૂલોથી કરવામાં આવશે પુષ્પવર્ષા, જ્યારે તમામ ઘાટ પર પાંચથી છ વખત પુષ્પવર્ષા કરવામાં આવશે.



વિવિધ અખાડામાં અમૃત સ્નાનનું મુખ્ય આકર્ષણ

અમૃત સ્નાન (અગાઉ શાહી સ્નાન)એ મહા કુંભ મેળાનો સૌથી પવિત્ર અને સૌથી મોટો સ્નાન ઉત્સવ છે જેમાં વિશ્વભરમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવે છે. અમૃત સ્નાનનું મુખ્ય આકર્ષણ વિવિધ અખાડાના સાધુઓનું સ્નાન છે. અમૃત સ્નાનની તિથિઓ સૂર્ય, ચંદ્ર અને ગુરુના જ્યોતિષીય સંયોજન પર આધારિત છે અને એવું માનવામાં આવે છે કે તેમના સંયોજનથી પવિત્ર નદીઓની આધ્યાત્મિક શક્તિ વધે છે.

પવિત્ર નદીઓનું પાણી અમૃતમય બનશે

મૌની અમાવાસ્યાના દિવસે પવિત્ર નદીઓનું પાણી અમૃતમાં ફેરવાય છે. મૌની અમાવસ્યા પર સ્નાન પરંપરાગત રીતે મૌન રહીને કરવામાં આવે છે. દરમિયાન, પ્રયાગરાજ જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર કુંભ વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સ્થળોએ પોલીસ તૈનાત કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માંદડે જણાવ્યું હતું કે, વિશ્વભરમાંથી આવતા ભક્તોની અવરજવરને સરળ બનાવવા માટે પ્રયાગરાજના લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટુ-વ્હીલરનો ઉપયોગ કરે અથવા શક્ય હોય તો પગપાળા નીકળે.

ત્રણ દિવસ સ્કૂલમાં રજા, હાઈ કોર્ટમાં રજા

ભારે ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં ધોરણ એકથી આઠ સુધીની બધી શાળાઓ 28, 29 અને 30 જાન્યુઆરીએ બંધ રહેશે. અલાહાબાદ હાઈ કોર્ટે પણ મૌની અમાવસ્યા નિમિત્તે રજા જાહેર કરી છે. દર 12 વર્ષે યોજાતો મહા કુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ મેળામાં 40 થી 50 કરોડ લોકો આવે તેવી અપેક્ષા છે. મૌની અમાવસ્યાને લઈ સરકારે સમગ્ર શહેરમાં 88 જગ્યાએ રેસ્ટ એરિયા બનાવ્યા છે.

સરકારે બહાર પાડી વિશેષ ગાઈડલાઈન્સ

શ્રદ્ધાળુઓને સંગમ ઘાટે પહોંચવા માટે અલગ અલગ લેનમાં જવા અને ગંગા સ્નાન માટે જવા અલગ લાઈન બનાવવાની અપીલ કરી છે. સ્નાન અને દર્શન કરવા માટે સીધા પાર્કિંગમાં જવા અને જો તેઓ મંદિરોમાં જવા માટે પણ અલગ લાઈન બનાવે. આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા ઊભી થાય તો નજીકના હોસ્પિટલમાં જઈને તુરંત તપાસ કરાવવી. ધક્કામુક્કી નહીં કરો તેમ જ બેરિકેડિંગને તોડવા નહીં. જે તે ઘાટ પર સ્નાન કરવામાં આવે. શ્રદ્ધાળુઓને એક જ સ્થાળે રોકાઈ જવા અથવા ભીડ નહીં કરવાનો અનુરોધ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહીં અને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં.

રેલવેએ રદ્દ કરી અમુક ટ્રેનો

પ્રયાગરાજમાં આવતીકાલે અમાવસ્યા અને ત્રીજી ફેબ્રુઆરીના વસંત પંચમીના શાહી સ્નાનને કારણે મોટી સંખ્યામાં લોકો સંગમનગરી પહોંચી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવના છે. વધુ પડતી ભીડ એકત્ર થાય નહીં તેના માટે ભારતીય રેલવેએ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને રદ્દ કરી છે, જ્યારે અમુક સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત પણ કરી છે. જોકે, ટ્રેનો રદ્દ કરવા પાછળનો આશય વધુ પડતી ભીડ એકત્ર થાય નહીં તેનો છે. ચાર ટ્રેન રદ્દ કરી છે, જેમાં રીવા એક્સપ્રેસ, ઉધના બનારસ સુપરફાસ્ટ, બિહારના ગયાથી મહાબોધી એક્સપ્રેસ અને બિહારના ભાગલપુરથી પટણા, મુગલસરાય દીન દયાલ જંક્શન અને પ્રયાગરાજ વાયા દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ આવનારી વિક્રમશીલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. 30મી જાન્યુઆરીના પણ અનેક ટ્રેન રદ્દ કરી છે, જેમાં ગુજરાતના ભાવનગરથી પારસનાથ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન  ત્રિવેણી સંગમનું સ્થળ 'હર હર ગંગે'ના નાદથી ગૂંજી ઉઠશે.
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.