હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

પરિસ્થતિ નિયંત્રણમાં આવતા શાહી સ્નાનનો પ્રારંભ: હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે 13 અખાડા મૌની અમાવસ્યા પર એક પછી એક પવિત્ર સ્નાન કરશે તંત્ર ખડેપગે

Posted 1 year ago with 22 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: મૌની અમાવસ્યા પર જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે કહ્યું છે કે, "અમે વિચાર્યું કે અમારા કારણે ભક્તોને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ, તેથી અમે સ્નાન મોકૂફ રાખ્યું હતું. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ.

પરિસ્થતિ નિયંત્રણમાં આવતા શાહી સ્નાનનો પ્રારંભ: હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે 13 અખાડા મૌની અમાવસ્યા પર એક પછી એક પવિત્ર સ્નાન કરશે તંત્ર ખડેપગે
1/1

Mahakumbh: પરિસ્થતિ નિયંત્રણમાં આવતા શાહી સ્નાનનો પ્રારંભ: હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે 13 અખાડા મૌની અમાવસ્યા પર એક પછી એક પવિત્ર સ્નાન કરશે તંત્ર ખડેપગે 

પ્રયાગરાજ: મહાકુંભ (Mahakumbh)માં થયેલી ભાગદોડ બાદ હવે અખાડાઓના અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ તમામ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ ભીડને નિયંત્રણ કરવાના તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. અમૃત સ્નાનના આરંભ થયા બાદ હવે 13 અખાડા મૌની અમાવસ્યા પર એક પછી એક પવિત્ર સ્નાન કરશે. 

હેલિકોપ્ટરથી સાધુ-સંતો પર પુષ્પવર્ષા

મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર ત્રણે શંકરાચાર્યોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી ulr. અમૃત સ્નાન દરમિયાન હેલિકોપ્ટરથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જોકે ભારે ભીડ અને ભાગદોડને કારણે સાધુ-સંતોને સંગમ કિનારા પર પહોંચવામાં નિર્ધારિત સમય કરતાં લગભગ 10 કલાક મોડું થયું હતું. પ્રયાગરાજમાં રાતના એક વાગ્યે મહાકુંભમાં ભાગદોડ થયા બાદ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.

પરિસ્થિતિ નિયંત્રણમાં, શાહી સ્નાનનો આરંભ 

મૌની અમાવસ્યા પર જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે કહ્યું છે કે, "અમે વિચાર્યું કે અમારા કારણે ભક્તોને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ, તેથી અમે સ્નાન મોકૂફ રાખ્યું હતું. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ." 

બધા અખાડા એકસાથે સ્નાન કરવા જઈ રહ્યા છીએ. મારો સંદેશ એ છે કે ભારત એક રહેવું જોઈએ અને આપણે જાતિના આધારે વિભાજિત ન થવું જોઈએ, આપણે હિન્દુ છીએ, આપણે સનાતનીઓ છીએ.

સંગમસ્થળે સતત શ્રદ્ધાળુઓનો ધસારો

સંગમસ્થળે મુખ્ય સ્થાન સંગમ નોજ તરફ આવનારા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો સ્નાન કર્યું હતું. મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે બપોરના 12 વાગ્યા સુધી લગભગ 4.20 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું છે, જ્યારે કુલ આંકડો 20 કરોડને પાર થયો છે. સુરક્ષા વ્યવસ્થા માટે એનએસજી સહિત રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફને તહેનાત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન