હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ , નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો

Posted 1 year ago with 15 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રયાગરાજ તરફ જતા વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે

પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ , નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો
1/1

પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ , નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો 

Mahakumbh Stampede: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હવે આ નાસભાગ બાદ મહાકુંભ જવું મુશ્કેલ થઈ ગયું છે. નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. 

હવે પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરી દીધી છે. પ્રયાગરાજ તરફ જતા વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. બહારના જિલ્લાઓથી પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યા છે. 

ભદોહી, સોનભદ્ર, મિર્ઝાપુર, કૌશાંબી, જૌનપુરમાં પોલીસ વહીવટી ટીમો પ્રયાગરાજ જતા વાહનોને રોકી રહી છે અને તેમને પરત મોકલી રહી છે. વારાણસીથી પ્રયાગરાજ જતા વાહનોને ભદોહીના બાબુરાસાઈમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી જાય છે. હાઇવેની એક બાજુ આખી ટ્રાફિક જામ છે. વારાણસીમાં, પ્રયાગરાજ તરફ જતા વાહનોને મિર્ઝામુરાદના રખુના ખાતે રિંગ રોડ પાસે રોકવામાં આવ્યા છે.

જૌનપુરથી વારાણસી જતા વાહનોને બાબતપુર વિસ્તારમાં રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે. બાબતપુર ચોકી ઇન્ચાર્જ સત્યજીત સિંહે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓના આદેશ પર પ્રયાગરાજમાં ભારે ભીડના કારણે શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યા છે. જેના કારણે બાબતપુર ચાર રસ્તા પરથી પસાર થતા બાસની બારાગાંવ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. 

બીજી તરફ જૌનપુર-વારાણસી રોડ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. વારાણસીમાં જ મિર્ઝામુરાદ ક્ષેત્રના ગુડિયા ગામ પાસે પણ પ્રયાગરાજ તરફ જતા વાહનોને બેરિકેડિંગ કરીને રોકવામાં આવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન